ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઇરાન પર અમેરિકાના હુમલાએ ઇઝરાયેલને રાહત આપી, નેતન્યાહૂએ કહ્યું આ સાહસી હુમલાને વિશ્વ યાદ રાખશે…

તેલ અવીવ : ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઇરાન પર અમેરિકાને હુમલાએ ઈઝરાયેલને રાહત આપી છે. તેમજ ઇરાનના ત્રણ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો પર હુમલા બાદ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ હુમલા માટે અમેરિકાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે પૃથ્વી પરનો કોઈ અન્ય દેશ અમેરિકા જે કર્યું છે તે કરી શક્યો નથી. તેમણે કહ્યું કે ઇતિહાસ આ યાદ રાખશે.

નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ઇતિહાસ ટ્રમ્પને યાદ રાખશે કે તેમણે વિશ્વના સૌથી ખતરનાક શાસન સામે કેવી રીતે લડ્યા અને ઈરાનને વિશ્વના સૌથી ખતરનાક શસ્ત્રો બનાવતા અટકાવ્યા. તેમણે કહ્યું કે ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવવાનો તમારો મોટો નિર્ણય ઇતિહાસ બદલી નાખશે.

કયા ત્રણ પરમાણુ મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો?
અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌપ્રથમ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ હુમલાની પુષ્ટિ કરી હતી. તેમણે લખ્યું હતું કે યુએસ સેનાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર સફળ હુમલો કર્યો છે.

Maxar Technologies/Handout via Reuters

ઈરાની પરમાણુ એજન્સીએ હુમલાની પુષ્ટિ કરી
ઈરાનની પરમાણુ એજન્સીએ પણ પુષ્ટિ કરી છે કે ફોર્ડો, ઇસ્ફહાન અને નાતાન્ઝ પરમાણુ કેન્દ્રો પર હુમલા થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ કેન્દ્રો પર અમેરિકાના હુમલાની જાહેરાત કર્યા પછી ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠને એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી. ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠને પોતાના નિવેદનમાં કહ્યું કે આ હુમલા છતાં તે તેના હજારો ક્રાંતિકારી અને પ્રતિબદ્ધ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના પ્રયાસોથી ફરી બેઠું થશે.

ઈરાને શાંતિનો માર્ગ અપનાવવો જોઇએ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે ઈરાને હવે શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ. જો તે આમ નહીં કરે, તો તેને ભવિષ્યમાં વધુ મોટા હુમલાઓનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે ઈરાને નક્કી કરવું પડશે કે તે શાંતિ ઇચ્છે છે કે હુમલા. બીજી તરફ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ પરમાણુ મથકો પર હુમલા બાદ કહ્યું કે અમેરિકાએ આના પરિણામો ભોગવવા પડશે. તેના પર એવા હુમલા થશે જે પહેલા ક્યારેય થયા નથી.

આપણ વાંચો : ઈઝરાયેલ ઇરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, અમેરિકાએ ઇરાનના ત્રણ પરમાણુ સ્થળો પર એર સ્ટ્રાઈક કરી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button