ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાન પર હુમલા બાદ દેશને સંબોધન, કહ્યું હજુ ઘણા લક્ષ્યો નાબૂદ કરાશે…

ન્યુયોર્ક : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીએ ઇરાનની ચિંતા વધારી દીધી છે. અમેરિકાએ ગત મોડી રાત્રે ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર આ હુમલાની માહિતી આપી છે. ઈરાનના જે ત્રણ પરમાણુ સ્થળો પર અમેરિકાએ હુમલો કર્યો છે તે ફોર્ડો, નતાન્ઝ, એસ્ફહાન છે. જ્યાં અમેરિકાએ બોમ્બમારો કર્યો છે. ફોર્ડોમાં અમેરિકા દ્વારા બોમ્બનો આખો પેલોડ ફેંકવામાં આવ્યો છે. આ પછી, ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું છે.
ઈરાનના ત્રણ પરમાણુ સ્થળોનો નાશ – ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. રાષ્ટ્રને સંબોધનમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘અમારું લક્ષ્ય ઈરાનના પરમાણુ સ્થળનો નાશ કરવાનો અને વિશ્વના નંબર વન આતંકવાદ પ્રાયોજક દેશ દ્વારા ઉભા થયેલા પરમાણુ ખતરાને રોકવાનો હતો. આજે રાત્રે હું દુનિયાને કહી શકું છું કે આ હુમલાઓ એક મહાન લશ્કરી સફળતા હતી. ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
ઈરાન છેલ્લા 40 વર્ષથી બોમ્બમારા કરી રહ્યું છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું કે ઈરાન છેલ્લા 40 વર્ષથી બોમ્બમારા કરી રહ્યું છે. તેમજ હજુ પણ ઘણા લક્ષ્યો બાકી છે. તેને પણ નાબૂદ કરવામાં આવશે.

ટ્રમ્પે યુએસ આર્મી સહિત આ લોકોનો આભાર માન્યો
આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘હું ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂનો આભાર માનું છું અને અભિનંદન આપું છું. અમે એક એવી ટીમ તરીકે કામ કર્યું જે કદાચ પહેલાં કોઈ ટીમે કર્યું ન હોય. અમે આ ભયંકર ખતરાને નાબૂદ કરવામાં ખૂબ આગળ વધ્યા છીએ. હું ઇઝરાયલી સેનાનો તેમના મહાન કાર્ય માટે આભાર માનવા માંગુ છું. હું મહાન અમેરિકન દેશભક્તોને અભિનંદન આપવા માંગુ છું. સમગ્ર યુએસ સૈન્યને એક એવા ઓપરેશન માટે અભિનંદન આપવા માંગુ છું જે દુનિયાએ ઘણા દાયકાઓમાં જોયું નથી.
ઈરાને અમેરિકાને ખુલ્લી ધમકી આપી
ઈરાને પણ અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપી છે. ઈરાને સરકારી ટેલિવિઝન પર કહ્યું કે યુએસ સેના અને તેના નાગરિકો હવે અમારા લક્ષ્ય પર છે.
આપણ વાંચો : ઇઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાને ભારતને કરી મોટી અપીલ, પાકિસ્તાનને પણ આપ્યો મેસેજ