પાયલટને કેમ ફ્લાઈટમાં પરફ્યુમ લગાવવાની પરવાનગી નથી હોતી? કારણ જાણીશો તો…

આપણામાંથી મોટાભાગના લોકો બહાર જતી વખતે સરસ ટાપટીપ તૈયાર થઈને પરફ્યુમ વગેરે લગાવીને જતા હોય છે, પરંતુ શું તમે ક્યારે પાયલટ કે એરહોસ્ટેસને પરફ્યુમ લગાવતા જોયા છે? મોટાભાગે તો આ સવાલનો જવાબ નામાં જ હશે. પણ શું તમે આ પાછળનું કારણ જાણો છો? જી હા, આ માટે ચોક્કસ કારણ જવાબદાર છે અને એને કારણે જ તેમને પરફ્યુમ લગાવવાની પરવાનગી નથી હોતી.
તમે જ્યારે પણ ફ્લાઈટમાં પ્રવાસ કર્યો હશે ત્યારે ફ્લાઈટમાંથી એક ચોક્કસ પ્રકારની માઈલ્ડ ફ્રેગ્રન્સનો અહેસાસ કર્યો હશે, પણ ક્યારેય પાયલટ કે ફ્લાઈટ અટેન્ડન્ટને પરફ્યુમ લગાવતા નહીં જોયા હોય. આ પાછળ મોટું કારણ જવાબદાર છે અને એ વિશે જ આપણે આજે આ સ્ટોરીમાં વાત કરીશું.
અલ્કોહોલ ટેસ્ટ
ફ્લાઈટમાં પ્રવેશતા પહેલાં પાયલટ અને ફ્લાઈટ અટેન્ડન્ટનું આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવે છે અને અનેક પરફ્યુમમાં અલ્કોહોલ હોય છે. આવી સ્થિતિમાં ટેસ્ટના રિઝલ્ટ પર તેની અસર જોવા મળી શકે છે, અને પાયલટ તેમ જ ક્રુ વિના કારણે મુસીબતમાં મૂકાઈ શકે છે, એટલે જ પાયલટ અને ફ્લાઈટ અટેન્ડન્ટને પરફ્યુમ લગાવવાની મનાઈ કરવામાં આવી હોય છે.
સેફ્ટી અને સિક્યોરિટી પણ છે એક કારણ
અલ્કોહોલ ઉપરાંત આ માટે બીજું એક કારણ જવાબદાર છે. પાયલટ્સ કે એરહોસ્ટેસ હવાઈ મુસાફરી દરમિયાન પરફ્યુમ લગાવી શકતા નથી એનું મુખ્ય કારણ સુરક્ષા પણ છે. સુરક્ષાની દ્રષ્ટિએ પાયલટ્સે હંમેશા એલર્ટ રહેવું પડે છે, આવી સ્થિતિમાં પરફ્યુમની ગંધ પાયલટનું ધ્યાન ભટકાવી શકે છે અને એને કારણે પેસેન્જર્સની સુરક્ષા સામે સવાલ ઉપસ્થિત થઈ શકે છે.
એલર્જી હોઈ શકે
ઘણી વખત અનેક લોકોને પરફ્યુમની એલર્જી હોઈ શકે છે. આવી સ્થિતિમાં જો પાઈલટ કે ક્રુ મેમ્બર્સ તીવ્ર ગંધવાળું પરફ્યુમ લગાવીને આવે તો પ્રવાસીઓને કે પાયલટને ખુદ શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે. આ કારણે પણ પાયલટ અને ક્રુ મેમ્બર્સને ફ્લાઈટમાં પરફ્યુમ લગાવવાની મનાઈ ફરવામાવવામાં આવે છે.
આ વસ્તુઓનો ઉપયોગ પણ નથી કરી શકતા પાયલટ અને ક્રુ
જો તમે વિચારી રહ્યા હોવ કે પાયલટ અને ક્રુ મેમ્બર્સ માત્ર પરફ્યુમનો ઉપયોગ નથી કરી શકતાં તો એવું નથી. પરફ્યુમ સિવાય પાયલટ અને ક્રુ મેમ્બર્સ માઉથવોશ, ટુથપેસ્ટ અને બીજી સુગંધિત વસ્તુઓનો ઉપયોગ નથી કરી શકયા. આ તમામ વસ્તુઓમાં ઓછા વધતાં પ્રમાણમાં અલ્કોહોલ જોવા મળે છે કે બ્રેથ એનાલાઈઝરના રિઝલ્ટ પર અસર કરી શકે છે.
આ પણ વાંચો…ભાઈ આવી નંબર પ્લેટ તો જોઈ જ નહીં હોય, જોઈ લેશો તો માથું ચકરાઈ જશે…