અબજોની સંપત્તિ પણ મોત આવ્યું ત્યારે બચાવવાનો સમય ન મળ્યોઃ સંજય કપૂરની છેલ્લી ઘડીનો વીડિયો વાયરલ…

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂરનું 53 વર્ષની ઉંમરે પોલો રમતી વખતે આકસ્મિક રીતે આવસાન થયું હતું. સંજય કપૂરની મૃત્યુ પાછળનું કારણ હાર્ટઅટેક જાણવા મળ્યું છે. હવે તેમના મૃત્યુના દિવસનો એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયો ડોક્ટર તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
મધુમક્ખીએ લીધો સંજય કપૂરનો જીવ
12 જૂનના રોજ લંડનમાં પોલો રમતી વખતે સંજય કપૂરે આકસ્મિક રીતે મધુમક્ખી ગળી લીધી, જેના કારણે તેઓ ઘોડા પરથી નીચે પડ્યા. આ ઘટના દરમિયાન તેમને હાર્ટ અટેક આવ્યો, જે તેમના મૃત્યુનું કારણ બન્યો. તેમના મિત્ર અજીત નાંદલે 14 જૂને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જે હવે વાયરલ થયો છે. આ વીડિયોમાં ડોક્ટરો એક વ્યક્તિને CPR આપીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જોકે વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી.
વાયરલ રેસ્ક્યૂ વીડિયોની વિગતો
અજીતે શેર કરેલા વીડિયોમાં લખ્યું કે આ સંજય કપૂરનો આખરી રેસ્ક્યૂ વીડિયો છે. આ મેચ સજ્જન જેસલ અને સંજયની ટીમ, સુજાન વચ્ચે યોજાઈ હતી. વીડિયો દૂરથી રેકોર્ડ કરાયો હોવાથી વ્યક્તિની ઓળખ સ્પષ્ટ થતી નથી, પરંતુ તે મોટા ગ્રાઉન્ડનો છે. આ ઘટનાએ સંજયના મિત્રો અને પરિવારને ઊંડો આઘાત આપ્યો. 19 જૂને દિલ્હીમાં તેના અંતિમ સંસ્કાર યોજાયા, જ્યાં કરિશ્મા કપૂર પોતાના બે બાળકો સાથે હાજર રહી અને ભાવુક દેખાઈ.

અંતિમ સંસ્કાર અને શોક
સંજયના અવસાનના સમાચારે તેમના ચાહકો અને બિઝનેસ ફેમિલીમાં શોકની લહેર ફેલાવી. કરિશ્મા કપૂરે અંતિમ સંસ્કારમાં હાજરી આપી, જે દરમિયાન તે ખૂબ ભાવુક હતી. સંજયના અચાનક જવાથી ઉદ્યોગ જગતે એક પ્રતિભાશાળી વ્યક્તિ ગુમાવી. આ વીડિયો તેમના જીવનની આખરી ક્ષણોની યાદ અપાવે છે.