ઇઝરાયલે ઈરાનના વધુ એક કમાન્ડરને માર્યો, કુદ્સ ફોર્સના હથિયાર એકમનો હતો ચીફ…

તેલ અવીવ: ઇઝરાયલે એક હુમલામાં વધુ એક ખતરનાક ઇરાની કમાન્ડરને મારી નાખ્યો છે. ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલ બેહનમ શહરિયારી ઇરાનના કુદ્સ ફોર્સના હથિયાર સપ્લાય યુનિટના કમાન્ડર હતા. ઇઝરાયેલે જણાવ્યું હતું કે ઇરાની કુદ્સ ફોર્સના હથિયાર ડિલિવરી યુનિટના કમાન્ડર બેહનમ શહરિયારીનું હવાઈ હુમલામાં મોત થયું છે. આ મૃત્યુ આતંકવાદી સંગઠનો માટે એક મોટો ફટકો છે અને યુદ્ધ દરમિયાન ઇઝરાયલી સેના દ્વારા થયેલા લશ્કરી નુકસાન પછી પુનર્ગઠન કરવાના તેમના પ્રયાસોમાં એક ગંભીર અવરોધ બની ગયું છે.
ઇરાની કમાન્ડર કાર ચલાવતા સમયે માર્યો ગયો
આઈડીએફે કહ્યું હતું કે પશ્ચિમ ઇરાનમાં બેહનમ તેની કાર ચલાવતા સમયે માર્યો ગયો હતો. આ સ્થળ ઇઝરાયલી સરહદથી 1,000 કિલોમીટરથી વધુ દૂર છે. ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા શહરિયારી ઇરાની શાસન વતી મધ્ય પૂર્વમાં તેના સાથી સંગઠનોને શસ્ત્રો મોકલવાના સમગ્ર નેટવર્ક પર નજર રાખતા હતા. તેમણે વર્ષો સુધી હિઝબુલ્લાહા અને હમાસ આતંકવાદી સંગઠનો સાથે સીધા કામ કર્યું. તેણે હુથી જેવા અન્ય આતંકવાદી જૂથો સાથે પણ કામ કર્યું. એટલા માટે તેણે યુદ્ધ દરમિયાન ઇઝરાયલ પર છોડવામાં આવેલા ઘણા રોકેટ અને મિસાઇલો પૂરા પાડ્યા હતા.
આતંકવાદી સંગઠનોને પણ પૈસા પૂરા પાડ્યા હતા
આ શસ્ત્રોના પુરવઠામાં મુખ્ય ભૂમિકા ભજવવા ઉપરાંત શહરિયારી દર વર્ષે વિવિધ આતંકવાદી સંગઠનોને લાખો ડોલર મોકલવાની પણ વ્યવસ્થા કરતો હતો. આ નાણાં તેના ખાસ નેટવર્ક, શેલ કંપનીઓ, મની ચેન્જર્સ અને તુર્કી અને લેબનોનમાં દાણચોરો દ્વારા મોકલતો હતો. તેણે આ સંગઠનોને નાણાં અને શસ્ત્રો પૂરા પાડવા માટે એક વ્યાપક ઝુંબેશનું નેતૃત્વ કર્યું. જેના પરિણામે મોટી સંખ્યામાં ઇઝરાયલી નાગરિકો અને સૈનિકો મૃત્યુ પામ્યા અને ઘાયલ થયા.