આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આજે આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર…

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઇ છે. જેમાં છેલ્લા ચાર દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અત્યાર સુધી વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આજે રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી મળીને રાજ્યના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરી છે. આ ઉપરાંત સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અરવલ્લી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40 કીમી પ્રતિ કલાક સાથે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button