ઈરાન સાથેના યુદ્ધમાં ઈઝરાયલ દરરોજ કરી રહ્યું છે આટલો ખર્ચ

તેલ અવીવ : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા આઠ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ બંને દેશો મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટથી એકબીજા પર હુમલો કરી રહ્યા છે. જ્યારે ઈઝરાયલ ગાઝામાં હમાસ સાથે લડાઈ ચાલુ છે ત્યારે તે ઈરાનનો સામનો બીજા મોરચે પણ કરી રહ્યું છે. આ યુદ્ધમાં તેને લશ્કરી કાર્યવાહી માટે દરરોજ લાખો ડોલર ખર્ચવા પડ્યા છે. એક અહેવાલ મુજબ, ઈઝરાયલને ઈરાન સાથેના યુદ્ધમાં દરરોજ 62 અબજ રૂપિયા ખર્ચ કરવા પડે છે.
પ્રારંભિક લશ્કરી કાર્યવાહીમાં ખર્ચમાં વધારો
અહેવાલ મુજબ, ઈરાન સામે શરૂઆતના લશ્કરી કાર્યવાહીમાં ઈઝરાયલનો ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો હતો. જેમાં ઈઝરાયલી સંરક્ષણ દળના એક નિવૃત્ત બ્રિગેડિયરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલે આ કાર્યવાહીના પહેલા 48 કલાકમાં 1.4 અબજ ડોલર (125 અબજ રૂપિયા) ખર્ચ કર્યા હતા.
ઈરાન દરરોજ 62 અબજ રૂપિયા ખર્ચ કરી રહ્યું છે
જેમ જેમ યુદ્ધના દિવસો પસાર થઇ રહ્યા છે તેમ ખર્ચ વધી રહ્યો છે. ઈરાન સાથેના આ યુદ્ધમાં ઈઝરાયલ હવે લશ્કરી કામગીરી પર દરરોજ લગભગ 725 મિલિયન ડોલર એટલે કે રૂપિયા 62 અબજ ખર્ચ કરી રહ્યું છે. સરકારી આર્થિક સલાહકારોના મતે, દેશ ફક્ત જેટ ઈંધણ અને શસ્ત્રો પર દરરોજ લગભગ 300 મિલિયન ડોલર ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
યુદ્ધને કારણે સ્થાનિક ઉત્પાદન પર પણ અસર પડી
યુદ્ધને કારણે દેશના સ્થાનિક ઉત્પાદન પર પણ અસર પડી રહી છે. જ્યારે સૈન્ય પર ખર્ચ પણ વધી રહ્યો છે. જે લોકો અનામત હતા તેમને સેનામાં સામેલ કરવામાં આવી રહ્યા છે અને યુદ્ધના મોરચે તૈનાત કરવામાં આવી રહ્યા છે. સેનામાં અનામત લોકોને સમાવવા માટે દરરોજ 27 મિલિયન ડોલર એટલે કે રૂપિયા 2 અબજ 33 કરોડ ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે પણ ઇઝરાયેલ શેર બજાર ઓલ ટાઈમ હાઇ, જાણો કારણ
ઈન્ટરસેપ્ટરોએ ખર્ચનો બોજ વધાર્યો
ઈઝરાયલને ઈરાની મિસાઈલોને રોકવા માટે ઉપયોગમાં લેવાતા ઈન્ટરસેપ્ટરો પર દરરોજ ઘણો ખર્ચ કરવો પડે છે. આ ઈન્ટરસેપ્ટરો ઈઝરાયલના મિસાઈલ સંરક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને દરેક હુમલાનો જવાબ આપતી વખતે તેનો ઘણો ખર્ચ થાય છે. આ ઉપરાંત ઈરાનના હુમલામાં ઈઝરાયલમાં ઈમારતોને ઘણું નુકસાન થયું છે. ઈઝરાયલને આ ઈમારતોના નિર્માણમાં પણ ઘણો ખર્ચ કરવો પડશે.