ટોપ ન્યૂઝનેશનલ

એર ઈન્ડિયાએ આઠ ફલાઇટ રદ કરી, 4 આંતરરાષ્ટ્રીય ફલાઇટનો પણ સમાવેશ

મુંબઈ : અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ કંપનીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેની બાદ ટેકનિકલ ખામીઓ, સુરક્ષા જોખમો સહિત વિવિધ કારણોસર અનેક ફ્લાઇટ્સ રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. આ દરમિયાન એર ઇન્ડિયાએ શુક્રવારે 8 ફ્લાઇટ રદ કરી છે. જેમાં 4 આંતરરાષ્ટ્રીય અને 4 ડોમેસ્ટિક ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. એર ઇન્ડિયાએ આ સંદર્ભમાં એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

એર ઇન્ડિયાએ આજે રદ કરેલી ફલાઇટ

  1. દુબઈથી ચેન્નાઈ – AI906
  2. દિલ્હીથી મેલબોર્ન – AI308
  3. મેલબોર્નથી દિલ્હી – AI309
  4. દુબઈથી હૈદરાબાદ – AI2204
  5. પુણેથી દિલ્હી -AI874
  6. અમદાવાદથી દિલ્હી -AI456
  7. હૈદરાબાદથી મુંબઈ -AI-28728. ચેન્નઈથી મુંબઈ -AI571

એરલાઇને મુસાફરોને સંપૂર્ણ રિફંડની પણ ઓફર કરી

એરલાઇને મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા મફત રિશિડ્યુલીંગ ઓફર કરી છે અને વૈકલ્પિક મુસાફરી યોજનાઓમાં મુસાફરોને મદદ કરી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દિલગીર છીએ. અમે સતત મુસાફરોની વૈકલ્પિક માટે પણ પ્રયાસો કરી રહ્યા છે. તેમજ ફ્લાઇટ રદ થવાના કિસ્સામાં મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા રિશિડ્યુલીંગની ઓફર કરવામાં આવી રહી છે.

એરલાઇને મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

એરલાઇને મુસાફરોને તેમની વેબસાઇટ પર તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસવાની અથવા અપડેટ્સ માટે કસ્ટમર કેર નંબર કૉલ કરવાની સલાહ આપી છે. કંપનીએ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે અમારા વિમાનમાં સતત વધતી જતી ચકાસણી, એરસ્પેસ પ્રતિબંધો અને ખરાબ હવામાનને કારણે અન્ય સમસ્યાની પણ શકયતા છે. જેની મુસાફરોને યોગ્ય રીતે જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો…એર ઈન્ડિયાએ ત્રણ આંતરરાષ્ટ્રીય સ્થળની ફ્લાઇટ સસ્પેન્ડ કરી, 16 ઇન્ટરનેશનલ રૂટ પણ ઘટાડયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button