નેશનલ

ઇઝરાયેલ ઈરાન યુદ્ધ વચ્ચે શું વધશે પેટ્રોલ ડીઝલના ભાવ ? મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી : ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીએ ચિંતા વધારી દીધી છે. જેના પગલે આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. જોકે, ભારતના કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે રાહતજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી તણાવ છે.પરંતુ ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી. તેમણે કહ્યું કે વૈશ્વિક ઉર્જાના ભાવ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. તેથી હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર જોવા નહિ મળે.

પરિસ્થિતિ ચિંતાજનક નથી

એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, લોકો ચોક્કસપણે ચિંતિત છે. તેમજ 13 જૂને ઇઝરાયલે ઈરાનના મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યા પછી ક્રૂડ ઓઇલનો ભાવ વધવાનો ભય હતો. પરંતુ તેમણે કહ્યું કે પરિસ્થિતિ ચિંતાજનક નથી.

ઈરાન વિશ્વનો નવમો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ

તેમણે કહ્યું કે લોકોને ડર હતો કે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન તેની કિંમત અપેક્ષા મુજબ 75 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહી છે. નોંધનીય છે કે ઈરાન વિશ્વનો નવમો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. જે દરરોજ 3.3 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે. જેમાંથી તે લગભગ 2 મિલિયન બેરલ ક્રૂડ અને રિફાઇન્ડ ક્રૂડની નિકાસ કરે છે.

ઇરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાનો વિચાર

આ ઉપરાંત ઇરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો હોવાના અહેવાલો આવ્યા છે. તેના પર તેમણે કહ્યું કે જ્યાંથી વૈશ્વિક ક્રૂડનો લગભગ 20 ટકા પુરવઠો પૂરો પાડવામાં આવે છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આ પગલું ભારત સહિત તેલ આયાત કરનારા દેશો માટે મુશ્કેલી ઉભી કરશે.

બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 0.29 ટકા વધીને 76.92 ડોલર પ્રતિ બેરલ

આ દરમિયાન, ગુરુવારે ફ્યુચર્સ ટ્રેડિંગમાં ક્રૂડ ઓઇલનો ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે નિષ્ણાતો કહે છે કે મજબૂત વૈશ્વિક સેન્ટિમેન્ટ વચ્ચે સહભાગીઓએ તેમના સોદા વધાર્યા હોવાથી વાયદાના ભાવ પર અસર પડી હતી. વૈશ્વિક સ્તરે, ન્યૂ યોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ઓઇલના ભાવ 0.27 ટકા વધીને 75.34 ડોલર પ્રતિ બેરલ થયા જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 0.29 ટકા વધીને 76.92 ડોલર પ્રતિ બેરલ થયા.

આ પણ વાંચો…ઇઝરાયલ-ઈરાનના યુદ્ધમાં ‘શાંતિદૂત’ બન્યું ચીન-રશિયા: યુદ્ધવિરામ અંગે કરી અપીલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button