આપણું ગુજરાત

દક્ષિણ ગુજરાતના વાપીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદઃ મધુબન ડેમમાંથી પાણી છોડાયું!

વાપી: ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. વલસાડ જિલ્લાના વાપીમાં આજે ચાર કલાકમાં જ 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તે ઉપરાંત ધરમપુર, કપરાડા અને પારડીમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડાંગ-આહવા તેમ જ વલસાડના કપરાડા તાલુકામાં 9.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 91 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં આતિભારે વરસાદ પડવાની આગાહીને પગેલ રેડ એલર્ટ આપ્યું છે. વાપીમાં આજે 4.72 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, વાપીમાં છેલ્લા ચાર કલાકમાં જ 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તે ઉપરાંત ધરમપુરમાં 3.94 ઇંચ, કપરાડામાં 3.46 ઇંચ અને પારડીમાં 3.82 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

વલસાડ જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ

મધુબન ડેમમાં એક લાખ ક્યુસેક પાણી છોડાયું

વલસાડ જિલ્લામાં પડી રહેલા અતિભારે વરસાદને પગલે મધુબન ડેમમાં સવારે 8 વાગ્યાથી 50000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જ્યારે 3 વાગ્યાથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, જેની અસર પરિવહન પર થઈ હતી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી હટાવી વૃક્ષોને હટાવીને રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -‏‏‎ કચ્છમાં હજુ તો વરસાદી માહોલ જામ્યો ત્યાં જ વીજશોકમાં બેનાં મોત

અસરગ્રસ્ત સ્થળોએ સુરક્ષાકર્મી તહેનાત કર્યાં

ડાંગ જિલ્લામાં ઓવર ટોપિંગ કોઝ વે તેમજ પ્રવાસી સ્થળોએ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. સાથે જ અહિં સૂચક બોર્ડ પણ લગાવવામા આવ્યાં છે. જિલ્લાના અવરોધાયેલા માર્ગે ઉપર અવરજવર ન કરવા તેમ જ સાવચેતીના ભાગરૂપે સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button