ફૂટબૉલ વર્લ્ડ કપની મૅચના મેદાન પર યુવાનનો પ્રચાર…`કૂતરા-બિલાડાને ગોળીએ દેવાનું બંધ કરો’

ફિલાડેલ્ફિયાઃ અમેરિકામાં વિશ્વની ટોચની ફૂટબૉલ ક્લબની ટીમો વચ્ચે ફિફા ક્લબ વર્લ્ડ કપ’ ચાલી રહ્યો છે અને એમાં બુધવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મૅન્ચેસ્ટર સિટી તથા વાયડૅડ વચ્ચે જે મૅચ રમાઈ એ દરમ્યાન મેદાન પર એક પ્રાણીપ્રેમી દોડી આવ્યો હતો અને તેણે પહેરેલા ટી-શર્ટ મારફત એવો પ્રચાર (campaign) કર્યો હતો કે મોરોક્કો દેશે રસ્તે રખડતાં જાનવરો (dogs and cats) સાથે થઈ રહેલો દુર્વ્યવહાર (treatment) બંધ કરવો જોઈએ. યુવાને આવા પ્રચારવાળું ટી-શર્ટ પહેરવા ઉપરાંત તેના હાથમાં પોસ્ટર પણ હતું જેમાં લખ્યું હતું,મોરોક્કો, શ્વાન અને બિલાડીઓની કત્લેઆમ બંધ કરો.’
આ યુવાન મૅચ દરમ્યાન મેદાન પર થોડી વાર સુધી આવા પ્રચાર સાથે દોડ્યો હતો. સલામતી રક્ષકો તેને મેદાનની બહાર લાવ્યા હતા અને તેને સ્ટેડિયમની બહાર જવા કહી દીધું હતું.
યુવાનના ટી-શર્ટ પર ` પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ’નો લોગો હતો. આ સંસ્થા મોરોક્કો (Morocco)ની સરકારના રસ્તે રખડતાં જાનવરો પ્રત્યેના વ્યવહાર વિશે ખૂબ નારાજ છે અને સરકારની ખૂબ ટીકા કરે છે.
આપણ વાંચો: ‘આ વિચિત્ર છે…’, IND vs ENG ટેસ્ટ સિરીઝનું નામ બદલવા પર કપિલ દેવે નારાજગી વ્યક્ત કરી
આ મૅચની એક ટીમ વાયડૅડ ફૂટબૉલ ક્લબની હતી. આ ક્લબ મોરોક્કોના કૅસાબ્લાન્કા શહેરની છે. 2030નો ફિફા ક્લબ વર્લ્ડ કપ મોરોક્કોમાં રમાવાનો છે. આ દેશમાં રસ્તે રખડતાં જાનવરો (ખાસ કરીને શ્વાન અને બિલાડી)ને પકડીને એમનું રસીકરણ કરીને પાછા છોડી દેવામાં આવી રહ્યા હોવાનો સરકારનો દાવો છે, પરંતુ પ્રાણીપ્રેમી કાર્યકરો કહે છે કે એ જ જાનવરોને રસી આપવાને બદલે તેમની કત્લેઆમ કરાતી હોય છે.
અમેરિકામાં ચાલી રહેલા ફિફા ક્લબ વર્લ્ડ કપમાં 32 ટીમ ભાગ લઈ રહી છે. એમાં યુવેન્ટસ, રિયલ મૅડ્રિડ, અલ-હિલાલ, મૅન્ચેસ્ટર સિટી, ઇન્ટર માયામી, પીએસજી, બાયર્ન મ્યૂનિક, ચેલ્સી, બેન્ફિકા, ઇન્ટર મિલાન, લૉસ ઍન્જલસ એફસી, બોરુસિયા ડૉટમંડ વગેરે ક્લબની ટીમ ભાગ લઈ રહી છે.