આમચી મુંબઈ

હેં, મીરા-ભાયંદર પાલિકા સ્વિમિંગ પુર માટે 3000 વૃક્ષો પર મારશે કુહાડી

મુંબઈ મેટ્રોપોલિટન રિજન પ્રદુષણ અને ખરાબ હવાથી ત્રસ્ત છે અને લોકોના સ્વાસ્થ્ય પર દેખીતું જોખમ છે ત્યારે આબોહવાને કુદરતી રીતે શુદ્ધ કરતા વૃક્ષો વધારે વાવવાની વાત કરતી પાલિકા હજારો વૃક્ષોને કાપવાનો પ્રસ્તાવ મૂકે તે માનવામાં ન આવે.

મળતી માહિતી અનુસાર મીરા ભાયંદર મહાનગર પાલિકાએ મીરાં રોડના રામદેવ પાર્કમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વીમીંગ પૂલ બનાવવા ૩૨૬૭ વૃક્ષ કાપવાની નોટિસ જાહેર કરતાં વિરોધ ફાટી નીકળ્યો છે.


અહીં કોઈ સ્વીમીંગ પૂલની માંગ થઈ ન હોવા છતાં મહાપાલિકાએ જાતે જ આખી યોજના ઘડી કાઢી છે. તેના માટે ૬૦૦થી વધુ મોટાં ઘટાદાર વૃક્ષ અને અન્ય નાનાં વૃક્ષ કાપવાની દરખાસ્ત કરવામાં આવી છે. તે માટે લોકોના વાંધા સૂચન મગાવાયાં છે.


જોકે, આ સૂચન સામે ભારે વિરોધ થયો છે. રામદેવ પાર્કમાં અગાઉ મિયાવાકી પદ્ધતિથી પચ્ચીસ હજાર વૃક્ષ ઉગાડવા લાખો રુપિયા ખર્ચાયા હતા. તેમાંથી ત્રણ હજાર વૃક્ષનું નિકંદન કાઢવામાં આવે તો અગાઉ થયેલો ખર્ચ એળે જશે.


મહાપાલિકાએ રિટ્રાન્સપ્લાન્ટની દરખાસ્ત મૂકી છે પરંતુ ભૂતકાળના અનેક પ્રોજેક્ટસના અનુભવ છે કે એ રીતે ટ્રાન્સલોકેટ કરાયેલાં મોટાભાગનાં વૃક્ષ સૂકાઈ જાય છે. આ ઉપરાંત મહાપાલિકા ત્રણ ગણાં નવાં વૃક્ષ ઉગાડવા દાવો કરે છે પરંતુ વાસ્તવમાં મહાપાલિકા પાસે ક્યાંય એટલી ઓપન સ્પેસ છે જ નહીં, તેવો દાવો પણ થઈ રહ્યો છે.

હાલ મોટાભાગનાં વૃક્ષ વિકસિત થઈ ચૂક્યાં છે. તેના પર અસંખ્ય પક્ષીના માળા પણ છે. આમ લોકોએ જેની માંગ કરી જ નથી એવા એક સ્વીમીંગ પૂલ ખાતર એક આખી ઈકો સિસ્ટમનો સફાયો બોલાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે જેનો પર્યાવરણપ્રેમીઓએ આકરો વિરોધ કર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?