Aishwarya Rai-Bachchanની ફ્રેન્ડનો રોલ કરનારી આ એક્ટ્રેસનો ઈન્ડસ્ટ્રીમાં આજે વાગે છે ડંકો…

હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે આખરે કોણ છે આ અભિનેત્રી? તો તમારા આ સવાલનો જવાબ આપતાં જણાવીએ કે આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપર સ્ટાર કાજલ અગ્રવાલ છે. કાજલ અગ્રવાલ આજે પોતાનો 39મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.
આજે ભલે ઈન્ડસ્ટ્રીમાં કાજલ અગ્રવાલના નામનો ડંકો વાગતો હોય પણ તેણે ઐશ્વર્યા રાય-બચ્ચનની મિત્રનો રોલ નિભાવીને રાતોરાત નેમ અને ફેમ હાંસિલ કર્યા હતા. ચાલો જાણીએ કાજલની પર્સનલ લાઈફ વિશે…
આપણ વાંચો: દેશની ટોચની 10 અભિનેત્રીની યાદી જાહેર, કોણ દીપિકા-આલિયા કરતા છે આગળ?
ઈન્ડસ્ટ્રીમાં કાજલ અગ્રવાલની ઓળખ સિંઘમ ગર્લ તરીકેની છે. 19મી જૂન, 1985માં મુંબઈમાં કાજલનો જન્મ એક પંજાબી પરિવારમાં થયો. કાજલના પિતા બિઝનેસમેન છે અને તેની મમ્મી પણ વર્કિંગ વુમન છે.
જ્યારે કાજલની નાની બહેન નિશા સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. મુંબઈમાં જ કાજલનું સ્કુલિંગ થયું હતું અને માસ મીડિયામાં ગ્રેજ્યુએશન કર્યું. કાજલે મુંબઈના જ એક બિઝનેસમેન સાથે 2020માં લગ્ન કરી લીધા અને તેને એક દીકરો પણ છે જેનું નામ નીલ છે.
2004માં આવેલી ફિલ્મ ક્યોં હો ગયા નામાં ઐશ્વર્યા રાયની મિત્રનો નાનકડો રોલ કરીને પોતાના કરિયરના શ્રીગણેશ કર્યા હતા. બોલીવૂડથી શરૂઆત બાદ પણે તેને એ નેમ અને ફેમ નહીં મળતા સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં હાથ અજમાવ્યો જ્યાંથી તેના કરિયરને કિક મળી. 2007માં ફિલ્મ લક્ષ્મી કલ્યાણમથી ડેબ્યુ કરીને ચંદમામાને કારણે તેને લાઈમલાઈટ મળી. પરંતુ કાજલને સફળતા મળી 2009માં આવેલી ફિલ્મ મગધીરાથી.
આપણ વાંચો: મેટિની એક્સપ્રેસ : બેકગ્રાઉન્ડ ડાન્સરના સંઘર્ષ પછી સફળતાની સીડી ચડ્યા છે આ કલાકારો…
ફિલ્મ મગધીરામાં રામ ચરણ સાથે તેની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી અને ત્યાર બાદ તો ડાર્લિંગ, વૃંદાવનમ, મિસ્ટર પરફેક્ટ, બિઝનેસમેન, નાયક, બાદશાહ, ટેમ્પર, કૈદી નંબર 150 જેવી તેલુગુ ફિલ્મ કરીને તે સાઉથની ટોપની એક્ટ્રેસ બની ગઈ.
2011માં ફિલ્મ સિંઘમથી કાજલ અગ્રવાલે બોલીવૂડમાં ફરી દમદાર ડેબ્યુ કર્યું અને આ ફિલ્મે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યુ માટે ફિલ્મ ફેયરનું નોમિનેશન પણ આપ્યું. સિંઘમ બાદ કાજલે 2013માં સ્પેશિયલ 26માં કામ કર્યું. બોલીવૂડમાં ભલે કાજલે બહુ ફિલ્મો ના કરી હોય પણ તેના દરેક રોલ દમદાર રહ્યા છે અને દર્શકોના મન પર તેની અલગ છાપ જોવા મળી રહી છે.
હાલમાં કાજસ ફિલ્મ ઈન્ડિયન 3ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે તેલુગુ ફિલ્મ કન્નપ્પામાં પણ જોવા મળશે, જેમાં તે માતા પાર્વતીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પણ કેમિયો રોલમાં જોવા મળશે. આ સિવાય કાજલ ફિલ્મ ઉમા અને કાજલ કાર્તિકામાં જોવા મળશે.