મનોરંજન

અક્ષયની ફિલ્મ બજેટ જેટલી પણ કમાણી નહીં કરે

બોલિવુડના સુપરસ્ટારની એક ટીમ સાથે હાઉસફુલ 5 (Housefull 5) બનાવવામાં આવી છે. મલ્ટી સ્ટારર કોમેડી ફિલ્મ હાઉસફુલ 5 બોલિવુડની સૌથી મોંઘી કોમેડી ફિલ્મ છે. હાઉસફુલ 5 ફિલ્મ માટે 240 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાઉસફુલ 5માં અક્ષય કુમાર (Akshay Kumar), અભિષેક બચ્ચન (Abhishek Bachchan), રિતેશ દેશમુખ (Riteish Deshmukh,), જેકલિન ફર્નાડિસ (Jacqueline Fernandez), સોનમ બાજવા (Sonam Bajwa), સંજય દત્ત (Sanjay Datt), જેકી શ્રોફ અને નાના પાટેકર સહિત કુલ 20 બોલિવુડ કલાકારોએ કામ કર્યું છે. આટલા સ્ટાર્સ હોવા છકાં પણ ફિલ્મે કઈ ખાસ કમાલ કર્યો નથી.

મલ્ટી સ્ટાર ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ના કરી શકી કમાલ

હાઉસફુલ 5ને રિલીઝ થયાને આજે 14 દિવસ થયા છે, પરંતુ આ હવે તે મેદાનમાં ટકી શકે તેમ લાગતું નથી. સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા માટે લોકો જતા કતરાઈ રહ્યાં છે. પહેલા આ ફિલ્મની કમાણીમાં વધારો થશે તેવું જાણવા મળ્યું હતું. પરંતુ હવે તેની કમાણી સતત ઘટી રહી છે. 6 જૂને રિલીઝ થયેલી હાઉસફુલ 5એ પહેલા દિવસે 23 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. ત્યાર બાદ શનિવાર અને રવિવારે 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શરૂઆતના ત્રણ દિવસ જોતા એવું લાગતું હતું કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરશે. પરંતુ અત્યારે તો ફિલ્મનું બજેટ નીકળી શકે તેમ પણ નથી લાગતું! કારણ કે, 14માં દિવસે કમાણીમાં ફિલ્મ દમ તોડી રહી છે.

આપણ વાંચો:  ડિવોર્સની અફવા વચ્ચે Abhishek Bachchanએ પોસ્ટ કરીને કહ્યું જે હતું એ બધું… પોસ્ટ થઈ વાઈરલ

250 કરોડ રૂપિયાના બજેટ સામે માત્ર 164.97 કરોડ રૂપિયાની કમાણી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, હાઉસફુલ 5એ પહેલા સોમવારે બોક્સ ઓફિસ પર 3.75 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. જ્યારે બાદ મંગળવારે 4.25 કરોડ રૂપિયા અને બુધવારે 2.72 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ અત્યાર સુધીનો સૌથી ઓછો કલેક્શન છે. હાઉસફુલ 5 નું કુલ કલેક્શન માત્ર 164.97 કરોડ રૂપિયા છે. આ હિસાબે તેના માટે તેનું બજેટ પણ રિકવર કરવું મુશ્કેલ લાગે છે. કારણે કે, 250 કરોડ રૂપિયાના બજેટ સામે માત્ર 164.97 કરોડ રૂપિયાનો જ વેપાર કર્યો છે. ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ તો થઈ પરંતુ ફિલ્મનું બજેટ જોતા ફિલ્મ એટલી સફળ રહી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button