રાજકોટ

ભારે વરસાદથી સૌરાષ્ટ્રમાં 11 હાઈવે સહિત 189 માર્ગો બંધ

30 રૂટ પર એસટીની 97 ટ્રીપ રદ કરવામાં આવી

રાજકોટ: સૌરાષ્ટ્રમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વી જપુરવઠો તથા એસટી સેવા પણ પ્રભાવિત થઈ છે. રાજય સરકાર દ્વારા સંબંધીત વિભાગોને ત્વરીત કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે.

રાજય સરકારના સૂત્રોએ ભારે વરસાદને કારણે એક નેશનલ હાઈવે 10 સ્ટેટ હાઈવે સહિત કુલ 189 રસ્તા બંધ થયા હતા. જયાં વાહનવ્યવહાર અટકાવવો પડયો હતો. રાજયમાં જયાં સૌથી વધુ વરસાદ થયો છે તે ભાવનગર જીલ્લાનો એક નેશનલ હાઈવે બંધ છે.

સુરેન્દ્રનગરના ચાર ભાવનગરના ત્રણ, બોટાદ-મોરબીના એક-એક મળીને 10 સ્ટેટ હાઈવે બંધ છે. હાઈવે નજીકના અન્ય 25 રસ્તાઓનુ પણ ધોવાણ થતા વાહનવ્યવહાર માટે બંધ કરાયા હતા. જયારે પાણી ભરાવા કે કોઝવે-પુલ તૂટી જવા જેવા ઘટનાક્રમોથી પંચાયત હસ્તકના 153 માર્ગો બંધ છે.

આપણ વાંચો: જામનગરમાં ભારે વરસાદથી 49 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો : 173 વીજ ફીડર બંધ થયા

માર્ગોમાં ભંગાણ તથા રસ્તા ધોવાતા તેમજ પુલ તૂટવાથી એસટીની સેવા પ્રભાવિત થઈ હતી. ભાવનગર, બોટાદ તથા ગીર સોમનાથની એસટી સુવિધા પ્રભાવિત હતી. ભાવનગર એસટીના 15 રૂટ પરની 56, બોટાદમાં 13 રૂટની 38 ટ્રીપો તથા ગીર સોમનાથમાં બે રૂટ પરની ત્રણ ટ્રીપો રદ કરવામાં આવી હતી. કુલ 30 રૂટ પર 97 ટ્રીપ રદ કરવામાં આવી હતી.

ગુજરાતમાં 11 ડેમ હાઈ એલર્ટ પર

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અનરાધાર વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. જેના કારણે રાજ્યભરના ડેમમાં નવા નીર ની આવક થઈ છે. ચોમાસાના પ્રથમ વરસાદે જ રાજ્યના 11 ડેમ હાઈએલર્ટ પર છે જ્યારે 13 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button