ભાઈ આવી નંબર પ્લેટ તો જોઈ જ નહીં હોય, જોઈ લેશો તો માથું ચકરાઈ જશે…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયા પર જ એવા જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આ વીડિયોમાંથી કેટલાક એવા વીડિયો હોય છે કે જે જોઈને તમારું મગજ કામ કરવાનું જ બંધ કરી દે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં બાઈકની નંબર પ્લેટ પર જે રીતે નંબર લખવામાં આવ્યો છે એ ખૂબ જ અનોખી છે. એટલું જ નહીં પણ આ નંબર શું છે એ જાણવાના પ્રયાસમાં તમે પણ ગોથા ખાઈ જશો… ચાલો જાણીએ શું છે ખાસ આ નંબર પ્લેટમાં…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં એક બાઈક અને તેની નંબર પ્લેટ જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ આઈડી આશિષ કુમાર નામની એક વ્યક્તિ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમણે પોતાના ફોલોવર્સને સવાલ કર્યો છે કે ભાઈ તમે ગણિત ભણ્યા છો ને? ચાલો કહો જોઈએ શું લખ્યું છે? આ સવાલ પૂછીને યુઝરે એ તરફ ઈશારો કર્યો છે કે જે લોકો ગણિતમાં માસ્ટર છે તેઓ જ આ નંબર પ્લેટ પરનો નંબર ડિકોડ કરી શકશે.
આપણ વાંચો: હવે સોશિયલ મીડિયા પર આ સ્ટાર કિડની નશીલી આંખોની થઈ ચર્ચા…
સોશિયલ મીડિયા પર અવારનવાર આવી રિડલ્સવાળા વીડિયો અને ફોટો વાઈરલ થતાં હોય છે. જો તમે પણ આ વીડિયો કે ફોટો જોઈને એવું વિચારી રહ્યા છો કે આ ઉખાણાનો જવાબ કોઈ ડિફિકલ્ટ ફોર્મ્યુલાથી મળશે તો એવું નથી. આ વીડિયોની ખાસિયત જ એ છે કે એના માટે કોઈ જટિલ ગણતરીની જરૂર જ નથી, બસ માત્ર નજર અને તમારી બુદ્ધિમત્તાને કામે લગાવવી પડશે.
જો તમે પણ આ નંબર પ્લેટ જોઈ હશે તો પહેલાં તમે થોડા ગૂંચવાઈ ગયા હશો અને એવું લાગે છે કે કોઈ સિક્રેટ કોડમાં લખ્યું છે છે તો એવું નથી. વાત જાણે એમ છે કે આ નંબર પ્લેટ પર ચાર ઘડિયાળ બનાવવામાં આવ્યા છે અને ચારેય ઘડિયામાં અલગ અલગ સમય બતાવવામાં આવ્યો છે. ઘડિયાળમાં દર્શાવવામાં આવેલો સમય જ બાઈકનો નંબર પ્લેટ છે તો એ હિસાબે ઘડિયાળમાં 9,3,3,5 એવો સમય દેખાડવામાં આવ્યો છે એટલે નંબર થશે 9335.
વીડિયો જોયા બાદ અનેક લોકોએ સાચો ઉત્તર આપ્યો છે તો કેટલાક લોકો લન્ફ્યુઝ થઈને ખોટો જવાબ આપ્યો છે. આ વાઈરલ વીડિયોને જોઈને યુઝર્સ કમેન્ટ સેક્શનમાં જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયોના કમેન્ટ બોક્સમાં લખ્યું છે કે ચલાન કાપનારાઓને પણ આ સમજવાના કલાકો લાગી જશે. બીજા એક યુઝરે લખ્યું હતું રે ચલાન તો એમ પણ કપાવવાનું છે પછી નંબર સમજાય કે ના સમજાય…