આપણું ગુજરાત

અમદાવાદમાં ધોધમાર વરસાદ: દક્ષિણ ગુજરાત અને ગીર સોમનાથ માટે ‘રેડ એલર્ટ’ જાહેર

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. ધોધમાર પડેલા વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે આશ્રમરોડ, પાલડી, વાસણા, જમાલપુર, દિલ્હી દરવાજા, લાલ દરવાજા, એલિસબ્રિજ, આસ્ટોડિયા, ગીતામંદિર, ખાડિયા, શાહીબાગ, માણેકબાગ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, બોડકદેવ, નહેરુનગર, નારણપુરા, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.

જો કે આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અનેક જિલ્લામાં વરસાદની આગાહીને પગલે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો? આ રહી સંપૂર્ણ વિગત…

હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે આગામી 7 વાગ્યા સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે:

  • રેડ એલર્ટ (ભારે વરસાદની આગાહી): ગીર સોમનાથ, વલસાડ, ડાંગ, નવસારી અને તાપી જિલ્લાઓ માટે રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
  • ઓરેન્જ એલર્ટ: ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
  • આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે, ત્યારે નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક તંત્રને પણ એલર્ટ રહેવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button