જુલાઈમાં એક-બે નહીં 13 દિવસ નહીં થાય બેંકોમાં કામકાજ, RBIએ આપ્યું કારણ…

હેડિંગ વાંચીને તો તમે વિચારી રહ્યા હોવ કે આવતા મહિને કોઈ હડતાળને કારણે બેંકોમાં 13-13 દિવસ સુધી કામ નહીં થાય તો એવું નથી. આ તો અહીં દર મહિને આવતા બેંક હોલીડેની વાત થઈ રહી છે. જૂન મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને ત્યાં જ જુલાઈ મહિનામાં આવનારી રજાની યાદી સામે આવી ગઈ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા (RBI) દ્વારા ચાલુ મહિનાના અંતમાં મધ્યમા આવનારા મહિનાની બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવે છે અને આ જ અનુસંધાનમાં આવતા મહિને એટલે કે જુલાઈ મહિનામાં આવનારી રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. ચાલો જોઈએ જુલાઈમાં મહિનામાં ક્યારે ક્યારે હશે બેંકોમાં રજા, જેથી તમે તમારા બેંકિંગના કામકાજ એ રીતે પ્લાન કરી શકો અને તમારે હાલાકી ભોગવવાનો વારો ના આવે.
દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે અને એ સિવાય વિવિધ તહેવારો અને ઉત્સવ દરમિયાન પણ જે-તે રાજ્યમાં બેંકોમાં કામકાજ બંધ રાખવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં કુલ 13 દિવસ બેંક બંધ રહેશે.
આ પણ વાંચો - ફેડરલ રિઝર્વની બેઠકની ફળશ્રુતિ પૂર્વે વૈશ્વિક સોનામાં નરમાઈ
જુલાઈ મહિનામાં આ દિવસે બેંકો રહેશે બંધ-
- ત્રીજી જુલાઈના રોજ ખારચી પૂજાને કારણે અગરતલા ખાતે બેંકો બંધ રહેશે
- પાંચમી જુલાઈના ગુરુ હરગોવિંદજીના જન્મદિવસ નિમિત્તે જમ્મુ અને શ્રીનગર ખાતે બેંકોમાં કામકાજ નહીં થાય
- છઠ્ઠી જુલાઈના રવિવારને કારણે દેશભરની બેંકો બંધ હશે
- 12મી જુલાઈના બીજો શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે
- 13મી જુલાઈના રવિવારની રજા નિમિત્તે બેંકોમાં કામકાજ નહીં થાય
- 14મી જુલાઈના રોજ બેહ દેંખલામને કારણે શિલોંગમાં બેંકો બંધ હશે
- 16મી જુલાઈના હરેલા તહેવારને કારણે દહેરાદૂનની બેંકોમાં રજા જાહેર કરાઈ છે
- 17મી જુલાઈના યુ તિરોજ સિંહની પુણ્યતિથિને કારણે શિલોંગમાં બેંક હોલીડે હશે
- 19મી જુલાઈના કેર પૂજાને કારણે અગરતલામાં બેંકોમાં રજા આપવામાં આવી છે
- 20મી જુલાઈના રવિવારની રજા હોવાથી બેંકોમાં કામકાજ બંધ હશે
- 26મી જુલાઈના મહિનાના ચોથો શનિવાર હોવાથી દેશભરની તમામ બેંકોમાં રજા રહેશે
- 27મી જુલાઈના બેંકોમાં રવિવારની રજા રહેશે
- 28મી જુલાઈના દ્રુક્પા ત્શે-જીને કારણે ગંગટોકમાં બેંકોમાં રજા જાહેર કરાઈ છે