આનંદ પિરામલ ખરેખર અંબાણી પરિવારના જમાઈ છે? વીડિયો જોઈને તો…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે, જ્યાં ઘરનું મહિલા મંડળ મોંઘા મોંઘા સ્ટાઈલિસ્ટ કપડાં અને કરોડોની જ્વેલરી પહેરીને લાઈમલાઈટ લૂંટી લેતું હોય તો પરિવારનો પુરુષ વર્ગ પોતાની સાદગી અને સિમ્પલિસિટીથી ટોક ઓફ ધ ટાઉન બને છે, સ્વાભાવિક છે ખૂબ જ ઓછું પેપ્ઝની સામે આવતા હોય છે તેઓ પણ જ્યારે પણ આવે છે ત્યારે પોતાની સાદગીથી લોકોનું ધ્યાન ખેંચી લે છે. હાલમાં જ પરિવારના જમાઈરાજ એટલે કે આનંદ પિરામલના ફોટો વાઈરલ થઈ રહ્યા છે અને આ ફોટોમાં આનંદની સાદગી જોતાં કોઈ માની જ ના શકે કે તે દુનિયાના અબજોપતિ પરિવારનો એકનો એક જમાઈ છે…
આનંદ પિરામલની વાત કરીએ તો કરોડો રૂપિયાનું આખું એમ્પાયર ઊભું કર્યા બાદ પણ પિરામલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ પિરામલ એકદમ સિમ્પલ રહેવાનું પસંદ કરે છે, જેની સાબિતી આપે છે તેમનું પબ્લિક અપિયરન્સ. હાલમાં જ આનંદ પિરામલના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેમનો સાદગીપૂર્ણ લૂક જોઈને નેટિઝન્સ તેમના વખાણ કરતાં નથી થાકી રહ્યા.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટો અને વીડિયોમાં આનંદ એકદમ આમ આદમીની જેમ તૈયાર થઈને બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. તેમનો આ લૂક જોઈને કોઈ અંદાજો પણ ના લગાવી શકે કે તે આટલા રીચ ફેમિલીમાંથી આવે છે. તેમની સિમ્પ્લિસિટીમાં એલિગન્સની ઝલક દેખાઈ રહી છે.
ફોટોમાં જોવા મળે છે કે આનંદે આ સમયે એકદમ રિલેક્સ્ડ ફિટિંગવાળું વ્હાઈટ ટી-શર્ટ અને બ્લુ શોર્ટ્સ પહેર્યા છે. રાઉન્ડ નેકવાળું સિમ્પલ વ્હાઈટ ટી-શર્ટ એકદમ પ્લેન છે, તેના પર કોઈ પ્રિન્ટ નથી. આવા આ ટી-શર્ટ સાથે પ્લેન બ્લ્યુ શોર્ટ્સનું કોમ્બિનેશન એકદમ શાનદાર લાગી રહ્યું હતું. આનંદે પોતાના આ લૂકમાં કોઈ એવો એલિમન્ટ નહોતો પિક કર્યો કે જેને જોઈને લોકોને એવું લાગે કે તેમણે પોતાના આ લૂકમાં અમીરોવાળો ટચ આપ્યો છે.
આ સમયે આનંદે કોઈ એક્સેસરીઝ કેરી નહોતી કરી ત્યાં સુધી કે તેના હાથમાં કોઈ વોચ કે બ્રેસલેટ કંઈ જ ના જોવા મળ્યું. પણ આ આખા અંબાણી પરિવારની જેમ હાથમાં કાળો દોરો ચોક્કસ જોવા મળ્યો હતો. આ સિમ્પલ આઉટફિટની સાથે આનંદે શૂઝને બદલે બેજ એન્ડ બ્રાઉન કલરની ક્રોસ પટ્ટીવાળી ચંપલ પહેરી હતી.
આ પણ વાંચો - એરપોર્ટ પર અભિનેતા જોન અબ્રાહમે એવું કંઈક કર્યું કે યુવતી થઈ ગઈ ખુશખુશાલ, જુઓ વીડિયો
આનંદનો આ લૂક સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સને અંબાણી પરિવારના આ જમાઈરાજની સાદગી ખૂબ જ પસંદ આવી ગઈ છે. આ ફોટો પર યુઝર્સ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.