નેશનલ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ફાસ્ટ ટેગ મુદ્દે મોટી જાહેરાત, 15 ઓગસ્ટ બદલાઇ જશે નિયમો

નવી દિલ્હી : જો તેમ ફાસ્ટ ટેગનો ઉપયોગ કરતાં હોવ તો આ માહિતી તમારી માટે મહત્વની છે. કારણ કે કેન્દ્ર સરકાર આગામી 15 ઓગસ્ટથી ફાસ્ટ ટેગના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. સરકારની 15 ઓગસ્ટ, 2025 થી રૂપિયા 3,000 ની કિંમતનો ફાસ્ટ ટેગ વાર્ષિક પાસ અમલી બનાવશે. આ પાસ સક્રિય થવાની તારીખથી એક વર્ષ સુધી અથવા 200 યાત્રાઓ જે પણ પહેલા હોય તે મુજબ અમલી રહેશે.

મંત્રી નિતિન ગડકરીએ માહિતી શેર કરી

આ અંગે માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી શેર કરી છે. જેમાં જણાવ્યું છે કે આ પાસ માત્ર બિન-વ્યાવસાયિક ખાનગી વાહનો જેવી કે કાર, જીપ, વાન વગેરે માટે તૈયાર કરવામાં આવ્યો છે. જે દેશના નેશનલ હાઇવે પણ માન્ય રહેશે.

ફાસ્ટ ટેગ પાસ માટે અલગ લિંક અપાશે

કેન્દ્રીય મંત્રીએ તેને પણ એક કે વર્ષના પાસ માટે અથવા રિન્યુલ માટે રાજમાર્ગ યાત્રા એપ અને NHAI / MoRTH ની વેબસાઇટ્સ પર એક અલગ લિંક ઉપલબ્ધ થશે. જેમાં પ્રક્રિયા સરળ અને સુગમ રહેશે. તેમણે કહ્યું કે આ યોજના 60 કિલોમીટર વિસ્તારના ટોલ પ્લાઝા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાઓને અંડરલાઈન્ડ કરશે અને સરળ ચુકવણી દ્વારા તેને ટોલ પેમેન્ટ સરળ બનાવશે.

ફાસ્ટ ટેગ શું છે ?

ફાસ્ટ ટેગ એ એક એવું ઉપકરણ છે જે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જેથી ટોલ પેમેન્ટ સીધા તેની સાથે જોડાયેલા પ્રીપેડ એકાઉન્ટમાંથી કરી શકાય. તે વાહનના વિન્ડ સ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે અને તમને રોકડ વ્યવહારો માટે રોકાયા વિના ટોલ પ્લાઝામાંથી પસાર થવા દે છે. વાહન ચાલકે જરૂરિયાત મુજબ ટેગ રિચાર્જ કરાવવું પડે છે.

આ પણ વાંચો -‏‏‎ ઓલા ડ્રાઈવર્સને મોટી રાહતઃ આ નિર્ણયથી મહેનતની પૂરી કમાણી આવશે ખિસ્સામાં…

ફાસ્ટ ટેગ ના ફાયદા

ફાસ્ટ ટેગ નો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે. તેનો ઉપયોગ કરવાથી, ગ્રાહકને તેના ટેગ એકાઉન્ટમાં કરવામાં આવેલા તમામ વ્યવહારો માટે તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસથી પ્રાપ્ત થાય છે. ગ્રાહકને ટોલ પેમેન્ટ માટે રોકડ લઈ જવાની ચિંતા કરવાની જરૂર નથી. ગ્રાહકો ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા તેમના ટેગ એકાઉન્ટને ઓનલાઈન રિચાર્જ કરી શકે છે. આ ઉપરાંત ગ્રાહકો ફાસ્ટ ટેગ ગ્રાહક પોર્ટલમાં લોગ ઇન કરીને તેમના સ્ટેટમેન્ટ જોઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button