નેશનલ

પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનમાં જોરદાર વિસ્ફોટ, ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા…

જાકોબાબાદ : પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનમાં જોરદાર વિસ્ફોટની માહિતી મળી છે. જેમાં આ વિસ્ફોટ જાકોબાબાદ નજીક થયો છે. આ વિસ્ફોટના લીધે ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન પેશાવરથી કવેટા જઈ રહી હતી. આ અંગેની માહિતી મળતા જ રેલ્વે અધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

અકસ્માતમાં કોઇ નુકશાન નહિ
આ અકસ્માતમાં કોઈ મુસાફરના મૃત્યુ કે ગંભીર ઈજાના અહેવાલ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ તેમને મોકલવામાં આવી રહ્યા છે. જોકે, આ વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક સૂત્રોએ શંકા વ્યક્ત કરી છે કે તે કોઈ ષડયંત્ર હોઈ શકે છે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સુરક્ષા એજન્સીઓ તપાસમાં રોકાયેલી
આ વિસ્ફોટ બાદ રેલ્વે ટ્રેકનું સમારકામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે અને અન્ય ટ્રેનોની અવરજવર કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ સ્થળ પર હાજર છે અને તપાસ ચાલી રહી છે. રેલ્વે વહીવટીતંત્રે મુસાફરોને ધીરજ રાખવા અને સત્તાવાર માહિતીનું પાલન કરવાની અપીલ કરી છે.

બીએલએએ જાફર એક્સપ્રેસને હાઇજેક કરી હતી
ઉલ્લેખનીય છે કે, જાફર એક્સપ્રેસ પાકિસ્તાનમાં પેશાવર અને ક્વેટા વચ્ચે દોડે છે. થોડા મહિના પહેલા જ તેને બલૂચ લિબરેશન આર્મી (BLA)દ્વારા ટ્રેનને હાઇજેક કરી હતી અને મુસાફરોને બંધક બનાવ્યા હતા. આ ઘટનાને પાકિસ્તાનના રેલ્વે ઇતિહાસમાં ગંભીર સુરક્ષા ખામીઓ અને આંતરિક સંઘર્ષનું પ્રતીક માનવામાં આવે છે.

400 થી વધુ મુસાફરોને બંધક બનાવ્યા હતા
આ ઘટના દરમિયાન, બીએલએના સભ્યોએ એક નિર્જન વિસ્તારમાં ટ્રેન રોકી હતી અને 400 થી વધુ મુસાફરોને બંધક બનાવ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય બલુચિસ્તાનમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘન અને સૈન્યની ઉપસ્થિતિ સામે પોતાનો વિરોધ નોંધાવવાનો હતો. જોકે, બાદમાં પાકિસ્તાની સુરક્ષા દળો અને BLA વચ્ચે અથડામણ થઇ હતી. જોકે, તેની બાદ બીએલએ સ્વેચ્છાએ મુસાફરોને મુક્ત કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button