આપણું ગુજરાત

1 લાખ 21 હજાર લોકોએ ગરબા રમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો:

પ્રધાનમંત્રી ગરબો લખે અને રાજકોટ ચેલેન્જ ઉપડે તે કદી ફેલ ન જાય – સી. આર. પાટીલ રાજકોટ એ આજ વડાપ્રધાન મોદી લિખીત માડી ગરબો અંતર્ગત પાર્થિવ ગોહિલ સંગ ગરબા રમી વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો.

સી આર પાટીલ, હર્ષ સંઘવી અને રાજકોટ ભાજપ સાંસદ, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો, શહેર ભાજપ ટીમ બધાની મહેનત રંગ લાવી અને સેલ્ફ ફાઈનાન્સ શાળા સંચાલકોના પુર્ણ સહકારથી વિશ્વ રેકોર્ડ માટે ખેલૈયાઓની સંખ્યા પુર્ણ થઈ ગઈ હતી.

સી.આર.પાટીલે ગુજરાતીઓની પ્રશસ્તિ કરતાં જણાવ્યું હતું કે મને દિલ્હીમાં એક સાંસદે પૂછ્યું હતું કે, ગુજરાતમાં આટલી સમૃદ્ધિનું કારણ શું છે ? મેં કહ્યું હતું કે, ગુજરાતમાં નવરાત્રીમાં માતાજીની આરાધના અને ગરબો ગાય છે તેથી માતાજીએ પ્રસન્ન થઈને ગુજરાત આવવું પડે છે…


માં અંબાના ગુજરાત પર આશીર્વાદ છે…


આપણા પ્રધાનમંત્રી પણ નવરાત્રીમાં 9-9 દિવસ માત્ર લીંબુ પાણી પર ઉપવાસ કરે છે તે આપણા પ્રધાનમંત્રી છે…


1 લાખ 21 હજાર લોકોએ ગરબા રમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. કુલ ત્રણ રેકોર્ડ બુક થયાં છે.
(૧) વર્લ્ડ બુક ઓફ રેલોર્ડ – લંડન
(૨) ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ
(૩) વર્લ્ડ રેકોર્ડ ઇન્ડા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વર્લ્ડ રેકોર્ડ સ્વીકાર્યો. હતો અને રાજકોટનાં ખેલૈયાઓનો આભાર માન્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button