ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

G-7 સમિટમાં પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે મુલાકાત, કહ્યું દ્વિપક્ષીય સંબંધો મજબૂત થતા રહેશે…

ટોરેન્ટો : કેનેડાના કનાનિસ્કિસમાં G-7સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વના શક્તિશાળી નેતાઓ એકત્ર થયા છે. જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વિશેષ આમંત્રણ પણ ત્યાં પહોંચ્યા છે. ત્યારે 51મા G-7 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને મળ્યા હતા. આ બંનેએ હાથ મિલાવ્યા અને એકબીજા સાથે વાતચીત કરી. એક વીડિયોમાં બંને નેતાઓ હસીને હાથ મિલાવતા જોવા મળ્યા. જોકે, તેની બાદ મેલોનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને પીએમ મોદી સાથેની તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો અને લખ્યું, ઇટલી અને ભારત એક મહાન મિત્રતાથી જોડાયેલા છે.

સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય
પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની મિત્રતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. તેમન મેલોની હેશટેગ ટ્રેન્ડ થઇ રહ્યું છે. જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના પ્રધાનમંત્રીની આ પોસ્ટ પર પણ પ્રતિક્રિયા આપી છે.

પીએમ મોદીએ મેલોનીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી
પીએમ મોદીએ ભારત અને ઇટાલી વચ્ચે વધતી મિત્રતા પર ઉત્સાહ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના દ્વિપક્ષીય સંબંધો મજબૂત થતા રહેશે.જેનો બંને દેશોને ફાયદો થશે. પીએમ મોદીએ લખ્યું છે, પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. ઇટલી સાથે ભારતની મિત્રતા વધુ મજબૂત થતી રહેશે. જેનો લોકોને ઘણો ફાયદો થશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button