હિન્દુ મરણ
અનાવિલ બ્રાહ્મણ
જનાર્દન મગનલાલ દેસાઈ (ઉં.વ. ૯૪) તા. ૨૭-૧૦-૨૩ના અવસાન પામેલ છે બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૧૧-૨૩ના ૪થી ૬ મુલુંડ એમના નિવાસસ્થાનમા રાખવામાં આવેલ છે. નિવાસસ્થાન: બી-૩૦૩, નીરા ગોવિંદ, ગોવિંદ નગર, તાંબેનગરની બાજુમાં, સરોજની નાયડુ રોડ, મુલુંડ (વેસ્ટ).
કપોળ
જાફરાબાદ નિવાસી મધુસુદન નારણદાસ મહેતાના ધર્મપત્ની અ.સૌ. મીનાક્ષીબેન (ઉં.વ. ૭૫) અમરેલી મુકામે તા. ૨૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે હિતેષ, મનીષના માતુશ્રી. શ્ર્વેતાના સાસુ. સ્વ. હરેન્દ્રભાઈના ભાઈના પત્ની. હસુમતીબેનના દેરાણી. ભારતી, સ્વ. મહેન્દ્રકુમાર સંઘવી, હર્ષા નીતિનકુમાર મહેતાના ભાભી. પિયર પક્ષે સાવરકુંડલાવાળા સ્વ. કાંતાબેન ભીમજીભાઈ પારેખના પુત્રી. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ વરસામેડી, હાલ અંજારના વસંતભાઈ માણેક (ઉં.વ. ૭૫) તે સ્વ. ભગવાનજી ધરમશી માણેકના પુત્ર નિરંજનાબેન (નીરુબેન)ના પતિ, સ્વ. બચુભાઈ ઉમરશી ઠક્કર ભુજવાળાનાં જમાઈ. તે સ્વ. વિઠ્ઠલભાઈ, ગોવિંદજીભાઈ, સ્વ. વિશ્રામભાઈ, પુષ્પાબેન ભવાનજીભાઈ, સ્વ. રાજેન્દ્રભાઈ (રાજુ), સ્વ. દમયંતીબેન ધીરજગર, ગં.સ્વ. દેવયાનીબેન, પ્રવીણભાઈના ભાઈ. સ્વ. નરેન્દ્રભાઈ, ગં.સ્વ. બંસરીબેન, સુભાષભાઈ, ભુવનેશભાઈ ઠક્કરના બનેવી. ડેનીસ અને અવનીના પિતા. પ્રીતિ ડેનીસ માણેક, ભાવેશ લક્ષ્મીકાંત કોટકના સસરા તા. ૨૫-૧૦-૨૩ના રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૯-૧૦-૨૩ના રવિવારના ૫.૩૦થી ૬.૦૦ મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર હોલ, (સ્મશાનભૂમિ) ડો. આર.પી.સી., મુલુંડ (પશ્ર્ચિમ).
કચ્છી લોહાણા
સ્વ. મુલબાઇ સુંદરજી ગોવિંદજી કારીયા ગામ અંજારના સુપુત્ર નરેશ (ઉં. વ. ૮૧) હાલે મીરા રોડ, સ્વ. સ્નેહાના પતિ. યશના પિતા. સંજનાના સસરા. સ્વ. મંગલદાસ, સ્વ. હરીલાલ, સ્વ. મહેન્દ્ર, સ્વ. રણજીત, સ્વ. સુરેન્દ્ર, ગં. સ્વ. મણિબેન દામોદર શેઠીયા, સ્વ. દમયંતી જયંતિલાલ શેઠીયા, ગં. સ્વ. શકુંતલા અશ્ર્વિન પોપટના ભાઇ. તે સ્વ. મોરારજી નારાયણજી ઠક્કર ગામ કેરાના જમાઇ તા. ૨૬-૧૦-૨૩ના ગુરુવારના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. પાર્વતીબાઇ જીવરાજ મુલજી નાકાઇ, ગામ લખપતના પુત્રવધૂ રંજના ઠક્કર, (ઉં વ. ૬૭) તે સ્વ. મધુરીબેન કનૈયાલાલ હીરાલાલ ખબરીયાના સુપુત્રી. પરાગ અને કલ્પેશના માતુશ્રી. અ. સૌ. શિલ્પા તથા અ. સૌ. સ્વાતીના સાસુજી. ધ્રુવ તથા ક્ધિનરીના દાદીમાં. તે રશ્મિનભાઇ, મહેશભાઇ, કિર્તીદાના બહેન તા. ૨૬-૧૦-૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૯-૧૦-૨૩ના સંમૃદ્ધિ હોલ, મદન મોહન માલવીયા રોડ, મુલુંડ (વેસ્ટ) ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
ભાનુબેન રાજદેવ (ઉં.વ. ૬૫), તા. ૨૭ ઓક્ટોબર શ્રીજીચરણ પામ્યા છે, ઘાટકોપર, હાલ કુર્લા મુકેશ ચંદ્રકાંત રાજદેવના ધર્મપત્ની. સ્વ. પ્રભાવતી પરમાનંદ દાસ કારીયાના પુત્રી. અવંતિકા સાગર મનીષના માતોશ્રી. સ્વ. મનોજકુમાર મહેંદી રતા, નીપાબેનના સાસુ. નિર્મળાબેન, પુષ્પાબેન, સ્વ. જયંતીભાઈ, સ્વ. હસમુખભાઈના નાનાબેન. નવ્યા અને શ્ર્લોકાના દાદીમા. પ્રાર્થનાસભા દિનાંક ૩૦ ઓક્ટોબર સોમવાર, જુલેલાલ મંદિર કુરલા, ન્યુ મિલ રોડ, કુરલા વેસ્ટ, ૪ થી ૫.
કચ્છી ભાટિયા
કચ્છ અંજાર, હાલ મુંબઇ, ચંદ્રકાન્ત લક્ષ્મીદાસ નેગાંધી (ઉં.વ. ૯૨), તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ. તે સ્વ. મણીબેન દયાળ આશરના જમાઈ. તે સ્વ. વસંતભાઈ (ક્લીકટ)ના ભાઈ. તે શ્રી કીર્તિ ચંદ્રકાન્ત નેગાંધીના પિતા. સૌ. ભાવના કીર્તિ નેગાંધીના સસરા. તે જીયાના દાદા તા. ૨૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કપોળ
મહુવા, હાલ વિલેપાર્લે, સ્વ. જમનાબેન જયંતીલાલ વિશ્રામ દોશીના પુત્ર શ્રી ચન્દ્રવદન (ચંદુભાઈ) દોશી (ઉં.વ. ૭૮), તા. ૨૮-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે નલીનીબેનના પતિ. ચિ. સચીનના પિતાશ્રી તેમજ ચિ. સાન્યા, ચિ. દેવ અને ચિ. રૈનાના દાદાશ્રી. સ્વ. દિનુભાઈ અને શ્રી જીતુભાઈ, હેમુભાઈ અને કાર્તિકભાઈના ભાઈ. મોસાળપક્ષ નાના રાજકોટવાળા સ્વ. દ્વારકાદાસ વળીયા અને સ્વ. નંદલાલ વળીયા, સસુરપક્ષે મહુવાવાળા વલ્લભદાસ ધનજી ભુતા. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી સઈ સુતાર
ચુડા નિવાસી હાલ વિરાર સ્વ. ભુપેન્દ્રભાઈ ધરમસીભાઈ કાપડીયાના ધર્મપત્ની ગં.સ્વ. પ્રભાબેન (ઉં.વ. ૭૩) તા. ૨૪-૧૦-૨૩ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તે કામીની સંજયકુમાર, આશા નૈનેશકુમારના માતુશ્રી. સ્વ. સુરેશભાઈ, અરવિંદભાઈ, ગં.સ્વ. હંસાબેન મુળજીભાઈના ભાભી. ગં.સ્વ. અનુસુયાબેન, સ્વ. શકુંતલાબેનના દેરાણી. મનોહરભાઈ, હેમંત, કિરણ, રીટાબેન અશોકકુમાર સકપાળના કાકી. સ્વ. મગનલાલ વિઠ્ઠલદાસ ચૌહાણના દિકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩૦-૧૦-૨૩ના ૪.૦૦ થી ૬.૦૦ સ્થળ- સર્વોદય હોલ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી-વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ ભાટીયા
સરોજબેન નીતિનકુમાર વેદ, હાલ બોરીવલી, (ઉં.વ. ૬૯), તે સ્વ. સવિતાબેન ઇશ્ર્વરદાસ વેદના પુત્રવધૂ. તે રશ્મિબેન વિપુલભાઈ સોની તેમજ પ્રીતિબેન વિકાસભાઈ આશરના માતુશ્રી. તે સ્વ. ચંદાબેન કરસનદાસ ગોકળગાંધીના સુપુત્રી. તે સ્વ. કુમુદબેન વિક્રમભાઈ સંપટના ભાભી. તે સ્વ. હસમુખભાઈ, ઉદયભાઇ તથા ઇલાબેન પ્રકાશભાઈને ગાંધીના બહેન. ગુરુવાર, તા. ૨૬/૧૦/૨૩ના શ્રીજીનાચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
આરમોરી હડમત્યાવાળા, હાલ ભાયંદર રસિકલાલ હરિલાલ ડાહ્યાલાલ મહેતા (ઉં. વ. ૮૨) તે ૨૬/૧૦/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે માલતીબેનના પતિ. દીપા, રીના, રચના, વર્ષા તથા નિમિષના પિતા. અનિલ, મુકેશ, ભાવેશ, વિશાલના સસરા. અમરેલીવાળા નવનીતલાલ દેસાઈના જમાઈ. સ્વ. મગનલાલ, સ્વ. રતિલાલ, સ્વ. ધીરજલાલ, પરષોત્તમભાઈ, ઇન્દુબેન, સ્વ. અરુણાબેન, જ્યોતિબેન, નલિનીબેન તથા વંદનાબેનના ભાઈ. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
શ્રીમાળી બ્રામ્હણ
ગં. સ્વ. ડોલરબેન (ઉં. વ. ૮૧) તે ગામ ફરાદી કચ્છ, હાલ ગોરેગાવ સ્વ. નવીનચંદ્ર જયશંકર ત્રિવેદીના પત્ની. ધર્મેશ, સંદીપના માતા. મિલી તથા જીજ્ઞાના સાસુ. નારદલાલ ઓઝાના દીકરી, મૈત્રી, ધૈર્ય, દેવના દાદી ૨૬/૧૦/૨૩ના દેવલોક પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૩૦/૧૦/૨૩. ના ૪ થી ૬ ૩/૨૨ સી. સી. આય કોલોની, ઉન્નત નગર, એમ. જી. રોડ જૈન હોસ્પિટલ પાસે, ગોરેગાવ વેસ્ટ.
ઘોઘારી લોહાણા
મૂળ ગામ અમરેલી હાલ બોરીવલી, સ્વ.પ્રવીણચંદ્ર કાલિદાસ રૂપારેલીયાના ધર્મપત્ની, પ્રજ્ઞાબેન રૂપારેલીયા (ઉં. વ. ૮૪) તા.: ૨૬ /૧૦/૨૦૨૩ ગુરૂવારના શ્રીજીચરણ પામેલા છે. જે સંજય, સ્વ.સુમિત તથા નીરજના માતૃશ્રી. જે ભાવના, શીતલ તથા હીનાના સાસુ. જે હરિલાલ ગાંગજી નાગ્રેચાના દીકરી, જે સ્વ.રમેશભાઇ તથા મુકુંદભાઈ નાગ્રેચાના બહેન. પ્રાર્થના સભા તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
પટેલ જ્ઞાતિ
ચેતન પટેલ (ઉં. વ. ૫૦) વર્ષ, ગામ અમલસાડ, હાલ મીરારોડ, તા. ૨૩-૧૦-૨૦૨૩ ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જયાબેન લક્ષ્મીદાસના પુત્ર. માધુરીના પતિ. જીવલના પિતા. ધનીબેન નારાયણદાસના પૌત્ર. સુશીલા રસિકલાલ જોશીના જમાઈ. સ્વ. ઈશ્ર્વરભાઈ, સ્વ રમેશચંદ્ર, કાંતાબેન, અરુણાબેનના ભત્રીજા. તેમની સાદડી સોમવાર ૩૦-૧૦-૨૦૨૩ ના ૪ થી ૬, સ્થાન- બાપા સીતારામ મંદિર, પૂનમ સાગર રોડ, શાંતિ વિહાર, મીરા રોડ (પુ.) થાણા ૪૦૧ ૧૦૭ . તેમની પુચ્છપાણી તા. ૪-૧૧-૨૦૨૩ શનિવાર ના ૩ થી ૪. નિવાસ્થાને સી -૭/ ૧૦૩, સેક્ટર -૨, શાંતિ નગર, મીરા રોડ (પુ.) લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
તરેડ (મહુવા) કેશુરદાસ હરગોિંવદ દાસ ગાંધી તથા ભારતીબેન અને ભાનુબેનના પુત્રવધૂ. નીતિન કુમારના ધર્મપત્ની અ. સૈ. ગીતાબેન (ઉં. વ. ૬૬) તા. ૨૪.૧૦.૨૦૨૩ના મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. જતીનના માતૃશ્રી. કૃપાના સાસુ. છાયા સમીર શાયરના ભાભી. પિયર પક્ષે શાંતિલાલ અબ્રારામ રધવાનીની દીકરી. લૌકિક પ્રથા બંધ છે. નિવાસ્થાન સરનામું એ/૧૦૬ ન્યુ નાલંદા એપાર્ટમેન્ટ. શિવસેના ગલ્લી. ભાયંદર વેસ્ટ.
કપોળ
લાઠી, હાલ જલગાંવ સ્વ.રમેશચંદ્ર મોતીલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ દિનાબેન મહેતા (ઉં. વ. ૭૪)તે અ.સૌ. કવિતાબેન, ચિ. પરિમલભાઈ, અ.સૌ.ફાલ્ગુનીબેનના માતુશ્રી. તે મહેશકુમાર સંઘવી, અ. સૌ. વિરલબેન ,અક્ષયકુમાર ચિતલિયાના સાસુ. તે સ્વ.ગમનભાઈ, સ્વ.નટવરભાઈ, સ્વ.સુશીલાબેનના નાનાભાઈના પત્ની. પિયરપક્ષે સામતેર નિવાસી સ્વ.જમનાદાસ રણછોડદાસ ગાંધીના દીકરી. તે ચિ.વિધિ, દેવ, પ્રથમ ઓમના દાદી/નાની. તા. ૨૭.૧૦.૨૩ના જલગાંવ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૩૦.૧૦.૨૩ ને સોમવારે ૧૦ થી ૧૧, અલંકાર ઓઈલ મિલ એ/૯૬ ૯૬,૯૭ ઓલ્ડ એમઆઈડીસી જલગાંવ ખાતે.
હાલાઇ ભાટીયા
ગો. વા. સ્વ. કરસનદાસ વલ્લભદાસ સરૈયા તે સ્વ. ભારતીબેનના પતિ. સ્વ. બહાદુરસિંહ વલ્લભદાસ સરૈયા તથા ગં. સ્વ. ઇન્દુમતિ ધરમશી વેદના ભાઇ. સ્વ. કૃષ્ણકુમાર, અ. સૌ. હંસાબેન મયુરકુમાર ટોપરાણી, અનિલ ‘અનમોલ’ અ. સૌ. પ્રિતીબેન સલીલકુમાર કાપડીયાના કાકા. તેજસ, નેહલ અમીતકુમાર વેદ, જતીન, ચાર્મીના દાદા. સ્વ. લક્ષ્મીદાસ તુલસીદાસ બજરીયા (કચ્છ)ના જમાઇ. તા. ૨૮-૧૦-૨૩ના જામનગરમાં શ્રીજીચરણ પામેલ છે. દેહદાન કરેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૯-૧૦-૨૩ રવિવારના સાંજે ૪થી ૪-૩૦. ઠે. પાબારી હોલ તળાવની પાળ પાસે જામનગર મુકામે રાખેલ છે.
દશા શ્રીમાળી મોઢ વણિક
સંખળાવાળા સ્વ. મોહનદાસ ગોવિંદજી દામાણીના ધર્મપત્ની અને પ્રદીપભાઈ અને ચંદ્રેશભાઈના માતુશ્રી. સુનિતના સાસુજી. સ્વ. પ્રેમચંદ લક્ષ્મીચંદના સુપુત્રી. ગં.સ્વ. સૂર્યાબેન તા. ૨૬-૧૦-૨૩ના સુરત મુકામે શ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
અ. સૌ. સીતા તન્ના (રવાણી) (ઉં. વ. ૭૪) ગામ ભુજ હાલે મુલુંડ તે હરીશ વલ્લભજી તન્નાના ધર્મપત્ની. તે સ્વ. ભાગબાઇ શામજી સચદે ગામ ઢોરીના સુપુત્રી, તે આનંદ (રાજા), દીપા મનોજ ઠક્કર, હેતલ મનોજ ઠક્કરના માતુશ્રી. તે મમતાના સાસુ. તે કરણ, ઐશ્ર્વર્યાના દાદી. ડો. સ્વ. પુષ્પાબેન પ્રતાપસિંહ તન્ના, સ્વ. માલતી અનિલ તન્ના, સ્વ. ભારતી મહેશ ઠક્કરના ભાભી. તા. ૨૫-૧૦-૨૩ના બુધવારના અક્ષર નિવાસી થયેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૯-૧૦-૨૩ના રવિવારે સાંજના ૫થી ૭. ઠે. ગોપુરમ હોલ, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ પણ તે જ દિવસે આવી જવું.
સહસ્ત્ર ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ગામ ડોડુઆ હાલ કાંદિવલી યશોદા દવે તા. ૨૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે નટવરલાલજી શિવલાલજી દવેના પત્ની. હર્ષદ, સંગીતા, તનુજા, મમતા તથા સ્વ. શરદના માતા. દમયંતી, કૈલેશ, મિલન, જગદીપના સાસુમા. સ્વ. સાકલીબાઇ ઉમાશંકરજી દવેની સુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૨૯-૧૦-૨૩ના રવિવારે ૫થી ૭.ઠે. આધાર હોલ, રોડ ન. ૧૦, દૌલત નગર, બોરીવલી (પૂ.).