આપણું ગુજરાત

૩૦ ઓકટોબરે વડા પ્રધાનની ખેરાલુના ડભોડામાં સભા: ત્રણ હેલિપેડ તૈયાર કરાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની તા. ૩૦મી અને તા. ૩૧મી ઓકટોબરે રાજ્યની મુલાકાતે આવશે. ઉત્તર ગુજરાતની ખેરાલુ વિધાનસભા ખાતે વિવિધ લોકાર્પણનાં કામો સહિત સભા સંબોધન કરશે. તા.૩૧મી ઓક્ટોબર કેવડિયા ખાતે એકતા પરેડમાં પણ હાજરી આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તા.૩૦મી ઓકટોબરે ખેરાલુના ડભોડામાં સભા યોજાવાની છે. ડભોડા નજીક વિશાળ સભા મંડપ અને ત્રણ હેલિપેડ તૈયાર કરાયા છે. ત્યારે રૂ. ૫૮૬૬ કરોડના ૧૬ વિકાસ કામોની પીએમ મોદી ભેટ આપશે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લાને રૂ. ૩૭૨૪ કરોડના છ વિકાસ કામોની ભેટ આપશે. સાથે જ રૂ. ૩૧૫૪ કરોડના ભાન્ડુ-સાણંદ રેલવે કોરિડોર પ્રોજેક્ટની ભેટ આપશે. રૂ. ૩૭૫ કરોડના કટોસણ-બહુચરાજી રેલવે લાઈન પ્રોજેક્ટની પણ ભેટ આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના સાત પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે અને ચાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button