બાંદ્રામાં જીમમાંથી નીકળતી સામંથા પાપારાઝી પર ભડકી, ચાહકો ચોંક્યા!

મુંબઈઃ દક્ષિણની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ તેના વર્તનને કારણે હાલ સમાચારમાં છે. તાજેતરમાં તે મુંબઈના બાંદ્રામાં એક જીમની બહાર જોવા મળી હતી, જ્યારે પાપારાઝીએ તેના ફોટા ક્લિક કરવાનું અને તેને મોર્નિંગ વિશ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે અભિનેત્રી તેમના પર ગુસ્સે થઈ ગઈ હતી. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેનું આવું વર્તન જોઈને ચોંકી ગયા છે. તેઓ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે.
રાજ અને ડીકેની વેબ સિરીઝ ‘સિટાડેલ: હની બની’માં છેલ્લે જોવા મળેલી સામંથા રૂથ પ્રભુએ જીમના કપડાં પહેર્યા હતા. તેના એક હાથમાં પાણીની બોટલ અને બીજા હાથમાં ફોન હતો અને તે કોઈની સાથે વાત કરી રહી હતી. તે નો મેકઅપ લુકમાં હતી. જ્યારે તે જીમમાંથી બહાર આવી ત્યારે તેને પોતાની કાર દેખાઈ નહીં તેથી તે પાછી ફરી ગઈ. સામન્થાએ ગુસ્સામાં પાપારાઝીને કહ્યું, ‘પ્લીઝ બંધ કરો!’ આ પછી તે તરત જ અંદર જતી રહી. ત્યાર બાદ જ્યારે તે ઘરે જવા માટે તેની કારમાં પાછી આવી ત્યારે તે પાપારાઝી પર ગુસ્સે થઈ ગઈ હતી અને કહ્યું હતું બંધ કરો.’
આ વીડિયોમાં સામંથાનું વર્તન જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એકે લખ્યું, ‘નવી ફિલ્મ આવવા દો, પ્રતિભાવ પણ બદલાઈ જશે.’ બીજાએ લખ્યું, ‘ફ્લોપ થયા પછી પણ આ લોકોમાં આટલો બધો એટિટ્યુડ ક્યાંથી આવે છે?’ કેટલાક યુઝર્સ તેના વજન વિશે ટિપ્પણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે વજન ઘટાડ્યા પછી તે સારી દેખાતી નથી. એકે લખ્યું, ‘તે ખૂબ જ નારાજ છે.’ એકે કહ્યું, ‘જો તેણે ગુડ મોર્નિંગ કહ્યું હોત તો શું થાત!’ બીજાએ લખ્યું, ‘તેણે મેકઅપ નહીં કર્યો હોય, તેથી તે પોતાનો ચહેરો છુપાવી રહી હશે.’
આ પણ વાંચો - 10-12 લાખ રૂપિયા નહીં ઉર્વશી રૌતેલાના આ ગાઉનની કિંમત સાંભળશો તો…
હાલ સામંથાનું અંગત જીવન પણ ચર્ચામાં છે. તેનું નામ ‘સિટાડેલ: હની બની’ના ડિરેક્ટર રાજ નિદિમોરુ સાથે જોડાઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર રાજ સાથેના ઘણા ફોટા શેર કર્યા છે પરંતુ હજુ સુધી જાહેરમાં આ સંબંધની પુષ્ટિ કરી નથી.