ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઈરાન પર ઇઝરાયલનો મોટો હુમલો, બંકર બોમ્બ ફેંક્યો, લશ્કરી કમાન્ડર અલી શાદમાની માર્યો ગયો…

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. જેમાં ઇરાને ઈઝરાયેલ પર કરેલા હુમલા બાદ ઈઝરાયેલ ઈરાનના તહેરાનના લશ્કરી મથક પર હુમલો કર્યો છે. તેમજ ઈઝરાયેલ બંકર બોમ્બ ફેંકીને ભારે તબાહી સર્જી છે. આ દરમિયાન
તેહરાનમાં ઇઝરાયલી હુમલામાં યુદ્ધ ચીફ ઓફ સ્ટાફ અને સૌથી વરિષ્ઠ લશ્કરી કમાન્ડર અલી શાદમાની માર્યો ગયો છે . તે ઈરાની નેતા અલી ખામેનીના સૌથી નજીકનો વ્યક્તિ હતો.

ઇઝરાયલના તેલ અવીવ અને જેરુસલેમમાં જોરદાર વિસ્ફોટો
આ ઉપરાંત મંગળવારે ઇરાને પણ ઇઝરાયલ પર હુમલા કર્યા હતા. જેના પગલે તેલ અવીવ અને જેરુસલેમમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઇઝરાયલના ઘણા ભાગોમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા બાદ આ વિસ્ફોટો થયા હતા.

timesofisrael

ઇઝરાયલે ઇરાન પર હુમલાઓ તેજ કર્યા
ઇઝરાયલે ઇરાન પર હુમલાઓ વધુ તેજ કર્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં અનેક ઇરાની શહેરો પર હુમલા કરવામાં આવ્યા છે. જેમાં તેહરાન ઉપરાંત કાઝવિન, અહવાઝ, શિરાઝ, પારચીન, મશહદ, નતાન્ઝ, ખોરામાબાદ, અરક પર હવાઈ હુમલા કર્યા છે. ઇઝરાયલે ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી છે. તેથી તે દિવસ-રાત ઈરાન પર હુમલો કરી રહ્યા છે..ઇઝરાયલી દળોએ આઇઆરજીસી મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયલી હવાઈ હુમલાને કારણે એક મોટો વિસ્ફોટ થયો છે.

તેહરાનમાં ઈરાનના કુદ્સ ફોર્સના 10 કમાન્ડ સેન્ટરો પર હુમલો કર્યો
ઇઝરાયલી લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના ફાઇટર જેટ્સે તેહરાનમાં ઈરાનના કુદ્સ ફોર્સના 10 કમાન્ડ સેન્ટરો પર હુમલો કર્યો હતો. કુદ્સ ફોર્સ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની એક ચુનંદા શાખા છે જે ઈરાનની બહાર લશ્કરી અને ગુપ્તચર કામગીરી કરે છે.

આપણ વાંચો : ઈરાન-ઈઝરાયલ સંઘર્ષઃ બોમ્બ પડતાં જ સ્ટુડિયોમાંથી ભાગી ટીવી એન્કર, જુઓ વીડિયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button