
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો અપ લાઇન પર 18 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમુક ટ્રેનોને અસર થશે, તો જાણી લો અને તે પ્રમાણે જ તમારો પ્રવાસ પ્લાન કરો.
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેન
• 18 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 19036 મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
• 18 જૂન 2025ની ટ્રેન સંખ્યા 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
- 18 જૂન 2025 ની ટ્રેનસંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રિશિડયુલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો
- 18 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 30 મિનિટ રિશિડયુલ રેહશે.
- 18 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 16533 ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ રેહશે
- 18 જૂન 2025 ની ટ્રેનસંખ્યા 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રેહશે.
- 18 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ રેહશે.
સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ અપડેટ
સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસને અસ્થાયી રૂપે થાવે જંકશન સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-19 જૂનથી 06 ડિસેમ્બર 2025 સુધી ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-થાવે જંકશન એક્સપ્રેસ સાબરમતીથી 10.35 કલાકે ઉપડશે અને 16.50 કલાકે ગોરખપુર પહોંચશે અને 17.00 કલાકે ઉપડીને 20:30 કલાકે થાવે જંકશન પહોંચશે.
-21 જૂન 2025 થી 8 ડિસેમ્બર 2025 સુધી ટ્રેન સંખ્યા 19410 થાવે જંકશન-સાબરમતી એક્સપ્રેસ થાવે જંકશન થી 01.00 કલાકે ઉપડશે અને 04:45 કલાકે ગોરખપુર પહોંચશે અને 04.55 કલાકે ઉપડીને બીજા દિવસે 09.55 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં ગોરખપુર-થાવે જંકશન વચ્ચે, આ ટ્રેન કપ્તાનગંજ, પડરૌના અને તમકુહી સ્ટેશનો પર રોકાશે.
આપણ વાંચો : Good News: Western Railway પર પ્રવાસીઓને મળશે સાફ-સુથરા ટોઈલેટ્સ, રેલવેએ હાથ ધરી કવાયત…