આમચી મુંબઈ

પ્રજાસત્તાક દિન, હિંદુ સ્વરાજ્યના ૩૫૦મા વર્ષ નિમિત્તે ૩૫૦ કિલ્લાઓ પર ભગવો લહેરાવાશે

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજના હિન્દુ સ્વરાજ્યના ૩૫૦મા વર્ષ નિમિત્તે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ના અખિલ મહારાષ્ટ્ર પર્વતારોહણ મહાસંઘ વતી રાજ્યના ૩૫૦ કિલ્લાઓ પર તિરંગો અને ભગવો ધ્વજ લહેરાવવામાં આવશે તેમજ શિવ પ્રતિમાનું પૂજન કરવામાં આવશે.

આ માટે કિલ્લાઓને અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. ધ્વજ ફરકાવવાની જવાબદારી વિભાગવાર આપવામાં આવી છે. આ પ્રવૃત્તિ માત્ર મહારાષ્ટ્રના જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્ર્વના શિવભક્તો માટે ખુલ્લી છે. ફેડરેશનમાં નોંધણી કરાવીને આ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકાશે. આ અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

હિન્દુ સ્વરાજ્યનાં ૩૫૦ વર્ષ નિમિત્તે વિશ્ર્વભરના શિવપ્રેમીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. તેના કારણે મહારાજાની સાર્વભૌમત્વ, તેની સાક્ષી પૂરતા કિલ્લાઓ અને સાહસિકતાનો સમન્વય ધરાવતાં કડેકપરીના પ્રાકૃતિક સૌંદર્યને એક જ દોરમાં વણી લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button