આમચી મુંબઈટોપ ન્યૂઝ

બોરિવલી-થાણે ટ્વીન ટનલનું કામ બનશે ઝડપી પ્રોજેક્ટ અસરગ્રસ્તોને વળતર આપવા ત્રણ પર્યાય…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ બોરીવલી-માગાઠાણેથી થાણે (ટિકુજીનીવાડી) વચ્ચે બની રહેલી ટ્વીન ટનલનું કામ ઝડપથી કરવા માટે કમર કસી છે. પ્રોજેક્ટમાં અસરગ્રસ્તોને ઝડપથી વળતર મળે અને જગ્યાનું સંપાદન કરીને કામ સમયસર ચાલુ કરીને પ્રોજેક્ટને તેની ડેડલાઈનમાં પૂરો કરવા એમએમઆરડીએ અસરગ્રસ્તોને વળતર માટે ત્રણ પર્યાય આપ્યા છે.

આ પ્રોજેક્ટમાં રૂપવતે નગર, મિલિંદ નગર, ફર્લેવાડી, એસઆરએ પ્રોજેક્ટ અને માગાઠાણેમાં ફૂટપાથ પર રહેતા લગભગ ૫૭૨ ઝૂંપડાવાસીઓને હટાવવામાં આવવાના છે. ટ્વીન ટનલ પ્રોજેક્ટ સમયસર પૂરો થાય તે માટે અસરગ્રસ્તોનું સમયસર પુનર્વસન કરવા માટે એમએમઆરડીએ દ્વારા વળતર મેળવવામાં ત્રણ પર્યાય આપ્યા છે, તેમાંથી કોઈ પણ એક પર્યાયને પસંદ કરીને તેઓએ લેખિતમાં એમએમઆરડીએને જાણ કરવાની છે.

એમએમઆરડીએ દ્વારા આપવામાં આવેલા પર્યાયમાં તેઓ મોનેટરી કૉમ્પેન્સેશન પોલિસી અંતર્ગત તેમના અસરગ્રસ્ત વિસ્તારની સાઈઝના હિસાબે આર્થિક વળતર લઈ શકે છે. બીજા પર્યાય રૂપે તેઓ સ્થાયી નિવાસ લઈ શકે છે, જેમાં એમએમઆરડીએ મારફત તેમને બોરીવલી ઈંટિગ્રેટેડ કોલોનીમાં ઘર મળી શકે છે અથવા મીરા ભાયંદરમાં રેન્ટલ હાઉસિંગ યોજના હેઠળ તેઓ ઘર લઈ શકે છે. ત્રીજો પર્યાય અંતર્ગત એસઆરએ યોજના હેઠળ અસરગ્રસ્તોને રીડેવલપમેન્ટ થયા બાદ તે જ સ્થળે કાયમી નિવાસ આપવામાં આવશે અને જયાં સુધી ઘર નહીં મળે ત્યાં સુધી તેમને ભાડું અથવા રહેવા માટે પર્યાયી ઘર આપવામાં આવશે.

એમએમઆરડીએ તમામ અસરગ્રસ્ત રહેવાસીઓને ઉપરોક્ત વિકલ્પમાંથી એક પસંદ કરવા અને તાત્કાલિક ધોરણે ઓથોરિટીને લેખિતમાં અરજી કરવા માટે કહ્યું હતું. અરજીઓ પ્રાપ્ત થયા પછી યોગ્ય કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વધુ માહિતી માટે અસરગ્રસ્તોને ડેપ્યુટી કલેકટર રોહિણી અખાડેને ૦૨૨-૨૬૫૯૭૪૯૪ પર સંપર્ક કરવા વિનંતી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button