ફ્લાઈટ ટેક ઓફ અને લેન્ડિંગ સમયે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીંતર…

હાલમાં અમદાવાદ ખાતે થયેલાં ગોઝારા અકસ્માતથી આખો દેશ હચમચી ઉઠ્યો છે અને આ અકસ્માત કયા કારણે થયો હતો એ તો હજી જાણી શકાયું નથી. આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી કામની ટિપ્સ લઈને આવ્યા છીએ, જે તમારે ટેક ઓફ અને લેન્ડિંગ સમયે ખાસ ફોલો કરવી જોઈએ. આ ટિપ્સને પોલો કરીને દુર્ઘટનાને ટાળી શકો છો. ચાલો જોઈએ કઈ છે આ ટિપ્સ…
12મી જૂનના અમદાવાદ ખાતે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ કર્યાની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ ફ્લાઈટમાં 242 પ્રવાસીઓ હતા, જેમાંથી એક જ પ્રવાસી સુખરૂપ ઉગરી ગયો હતો. પરંતુ કેટલીક એવી બાબતો છે કે જેનું ધ્યાન પ્રવાસીઓએ ટેક ઓફ અને લેન્ડિંગ વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખવાથી તમે કોઈ મોટી મુસીબતમાં ફસાતા બચી શકો છો.
આ પણ વાંચો: OMG!ફ્લાઈટ ટેકઓફ થાય તે પહેલા પેસેન્જરે કેબીનનો દરવાજો ખોલ્યો અને બહાર કૂદી પડ્યો
સીટ બેલ્ટ પહેરી રાખો
ફ્લાઈટ ટેક ઓફ કરી રહી હોય કે લેન્ડિંગ કરી રહી હોય ત્યારે હંમેશા જ સીટ બેલ્ટ પહેરી રાખો. સીટ બેલ્ટ તમને ટર્બ્યુલન્સથી પણ બચાવશે. અનેક લોકોને એવું લાગે છે કે આ એક ફોર્માલિટી છે અને એટલે જ તેઓ એક ફોર્માલિટીની જેમ ઢીલું બેલ્ટ પહેરીને બેસી રહે છે. પરંતું આ સૌથી ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે.
વિન્ડો શેડ્સ ખુલ્લા રાખો
ફ્લાઈટ ટેક ઓફ કરે કે લેન્ડિંગ કરે એ સમયે હંમેશા વિન્ડો શેડ્સ ખુલ્લા રાખો. આવું કરવાનું કારણ બહારના સુંદર નજારો જોવાનું જ નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં તમને બહાર શું થઈ રહ્યું છે, એની માહિતી મેળવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
સીટ સીધી રાખો
ફ્લાઈટમાં રિલેક્સ કરવા માટે અનેક લોકો સીટ પાછળ કરે છે. પરંતુ લેન્ડિંગ અને ટેક ઓફ સમયે સીટ હંમેશા સીધી રાખવી જોઈએ. ઘણા લોકોને એવું લાગે છે કે સીટ સીધી હોય કે ના હોય એમાં શું ફેર પડે? પણ એવું નથી હોતું બોસ. તમારી સીટ સીધી ના હોય તો મુસીબતના સમયે પાછળના પ્રવાસીને નીકળવામાં સમસ્યા થઈ શકે છે, અને તમારું બેલેન્સ પણ ગડબડ થઈ શકે છે.
મોબાઈલ ફોન ફ્લાઈટ મોડ પર રાખો
ફ્લાઈટ ટેક ઓફ કે લેન્ડ કરે એ સમયે ઈલેક્ટ્રોનિક ડિવાઈઝ ફ્લાઈટ મોડ પર હોવા જોઈએ. આવું એટલા માટે કરવામાં આવે છે, જેથી ફ્લાઈટની નેવિગેશન અને કમ્યુનિકેશન સિસ્ટમમાં કોઈ પ્રકારની ખલેલ ના પહોંચે. ટેક ઓફ અને લેન્ડિંગ સમયે ડિવાઈસમાંથી નીકળતા સિગ્નલ કમ્યુનિકેશનમાં ખલેલ ના પડે.