આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી: આ જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદ: હાલ રાજ્યમાં આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, તો રાજ્યનાં અનેક ભાગમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન પણ રાજ્યનાં અનેક ભાગોમાં હાલ વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ અને સુરત તેમજ અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન પલટાશે, સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 16મી જૂનના રોજ ભાવનગર, અમરેલી, રાજકોટ, વલસાડ, નવસારી, સુરત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, વડોદરા અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 જૂનના રોજ ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, અમદાવાદ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, તાપી, ડાંગ અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 18 અને 19 જૂનના રોજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: 17 જૂન સુધી ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

આ દરમિયાન પણ રાજ્યનાં અનેક ભાગોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. આજે રાજકોટમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને વરસાદથી લોકોને ગરમીમાંથી મળી આંશિક રાહત મળી હતી. અમરેલી જિલ્લાના ધારી, ખાંભા સહિતના ગ્રામ્ય પંથકમાં આકરા ઉકળાટ બાદ વરસાદ પડ્યો હતો. તે સિવાય દાહોદ, નસવાડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button