ઇન્ટરનેશનલ

ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનમાં ભારોભાર આક્રોશઃ ઈઝરાયેલને આકરી સજા આપવાની તૈયારી

તેહરાન : ઈઝરાયેલ ઈરાન પર કરેલા હવાઈ હુમલા બાદ ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું ઈઝરાયલને દેશ પર હુમલો કરવા બદલ આકરી સજા મળશે. ખામેનીએ રાજ્ય સમાચાર એજન્સી પર એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં ઈરાનના સુપ્રીમ લીડરએ પુષ્ટિ કરી કે હુમલામાં ટોચના લશ્કરી અધિકારીઓ અને વૈજ્ઞાનિકો માર્યા ગયા છે.

ખામેનીએ કહ્યું, ઇઝરાયેલના હાથ લોહીથી લથપથ છે. ઈરાનના ઘર પર હુમલો કરીને તેણે તેની દુર્ભાવનાપૂર્ણ સ્વભાવને ઉજાગર કર્યો છે.

ઇઝરાયલનું ઓપરેશન રાઇઝિંગ લાયન

ગત રાત્રે ઇઝરાયલની વાયુસેનાએ ઓપરેશન રાઇઝિંગ લાયન’ના ભાગ રૂપે ઈરાન પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં પરમાણુ અને લશ્કરી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયેલે દાવો કર્યો કે ઈરાનને પરમાણુ શસ્ત્રો તૈયાર કરવાથી રોકવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઈરાનના ન્યુક્લિયર એનરીચમેન્ટ સાઈટ્સ, બેલિસ્ટિક મિસાઇલ પ્રોડક્શન ફેસેલીટી અને મીલીટરી લીડરશીપને નિશાન બનાવવામાં આવ્યા હતાં.

ઇઝરાયલ પર પણ ઇરાનના હુમલાનો ભય

જ્યારે ઇરાન પર ઇઝરાયલના હવાઈ હુમલા પછી એવો ભય છે કે નજીકના ભવિષ્યમાં ઇઝરાયલ અને તેના નાગરિકોને મિસાઇલ અથવા ડ્રોન હુમલાનો સામનો કરવો પડી શકે છે. ઇઝરાયલે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ઇરાને તેહરાનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ સ્થગિત કરી દીધી છે.

આ પણ વાંચો…કોણ હતો હમાસનો પ્રમુખ નેતા મોહમ્મદ સિનવાર? ઇઝરાયલે હવાઈ હુમલામાં કર્યો ઠાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button