આપણું ગુજરાત

સુરતના પરિવારના સામૂહિક આપઘાત કેસમાં SITની રચના, સ્યુસાઇડ નોટમાં થયો મોટો ખુલાસો

સુરતમાં આજે એક ચોંકાવનારી ઘટનામાં હસતારમતા 7 લોકોના એક પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. આંગણે દિવાળીના દિવા ઝળહળે તે પહેલા જ ઉંડો અંધકાર વ્યાપી ગયો છે. જે ઘરમાં તહેવારોની રોશનીનો ઝગમગાટ થવો જોઇતો હતો તે ઘરમાં અત્યારે કાળો કલ્પાંત અને રોકકળ મચી છે.

સુરતના અડાજણમાં એક જ પરિવારના 7 લોકોની આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે જેની સતત પોલીસ તપાસ કરી રહી છે. આ તપાસમાં હાલ નવી વિગતો એ બહાર આવી છે કે તેઓ મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતા અને સુરતમાં ઘણા વર્ષોથી પરિવારના મુખ્ય સભ્ય મનીષ સોલંકી ફર્નિચરનો વ્યવસાય કરતા હતા. તેઓ કોન્ટ્રાક્ટર તથા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ સાથે સંકળાયેલા હતા. પોલીસ આ કેસમાં તેમને માથે કોઇ દેવું હતું કે કેમ તે અંગે તપાસ કરી રહી છે,

જો કે પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી છે, આ સ્યુસાઇડ નોટમાં એવું લખાણ લખેલું છે કે “મારે જેની પાસેથી પૈસા લેવાના છે એ મળતા નથી” આમ મનીષ સોલંકીએ કોઇને પૈસા ઉધાર આપ્યા હોય અને તેને પરત ન મળી શક્યા હોવાને લીધે તેણે આ પગલું ભર્યું હોય તેવી અટકળો લગાવાઇ રહી છે. આમ આર્થિક સંકડામણ આ કરૂણ ઘટના સર્જાવા પાછળ જવાબદાર હોઇ શકે. મનીષ સોલંકીએ માતાપિતા, પત્ની અને પોતાના 3 બાળકોને ઝેર આપીને પોતે ગળેફાંસો ખાઇ લીધો હતો.

આ અંગે અડાજણ ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે સ્યુસાઇડ નોટનું લખાણ વેરીફાઇ કરવામાં આવશે. તેમાં એવું લખ્યું છે કે તેમણે કોઇને પૈસા ઉધાર આપ્યા હતા, જે તેમને મળ્યા ન હતા. તેમણે કોને આપ્યા હતા તે વ્યક્તિનું નામ નોટમાં નથી. તેઓ ફર્નિચરનું કામ કરતા હતા અને તેમના હાથ નીચે પણ 30થી 35 લોકો કામ કરતા હતા.

હવે સમગ્ર મામલે SITની રચના થઇ છે, જેમાં સુરતના DCP ઝોન 5, ACP ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની ટીમ સહિત ફોરન્સીક અને અન્ય ટેકનીકલ ટીમોની મદદ લેવાઇ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે (Copy) 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?