નેશનલ

35 વર્ષીય યુવકે દિલ્હી મેટ્રો સામે કૂદીને જીવ ટુંકાવ્યો, ઘટનાને પગલે 20 મિનિટ સુધી ટ્રેનસેવા ખોરવાઇ

દિલ્હીમાં ધસમસતી મેટ્રો સામે પડતું મુકીને એક બેંક કર્મચારીએ મોતને વ્હાલુ કર્યું હોવાની ઘટના બની છે. બેંક કર્મચારીએ આ ઘટનામાં જીવ ગુમાવી દીધો છે. આત્મહત્યાની આ ઘટનાને પગલે ટ્રેનસેવા પણ થોડા કલાકો માટે ખોરવાઇ ગઇ હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ 35 વર્ષીય દિવ્યાંશુ ચોપરા તરીકે અને તેઓ પંજાબ એન્ડ સિંધ બેંકના કર્મચારી હતા તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેઓ અમૃતસરની પંજાબ એન્ડ સિંધ બેંકની બ્રાન્ચમાં કામ કરતા હતા તેવી વિગતો આઇડી પરથી પોલીસને હાથ લાગી છે. મૃતદેહ પાસેથી કોઇ સુસાઇડ નોટ મળી આવી નથી.

મૃતદેહની તપાસ કરતી વખતે પોલીસને એક બેગ મળી આવી હતી જેમાં કેટલાક દસ્તાવેજ અને આઇડી પરથી મૃતક બેંક કર્મચારી હોવાની વિગતો મળી હતી. પોલીસને ફોન પણ મળી આવ્યો છે જેને અનલોક કરવાના પ્રયત્નો હાથ ધરી પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસ મૃતકના પરિવારજનો સાથે પણ પૂછપરછ કરી રહી છે. મૃતક અમૃતસરમાં રહેતા હતા તો દિલ્હી શા માટે આવ્યા, ઉપરાંત દિલ્હીમાં તેમની સાથે શું બનાવ બન્યો કે તેમણે આ પગલું ભર્યુ તેની પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાને પગલે દિલ્હીના મેટ્રો સ્ટેશન પર 20 મિનિટ સુધી ટ્રેનસેવા રોકાયેલી રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button