આમચી મુંબઈનેશનલ

નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે કરી એ વીડિયો અંગે સ્પષ્ટતા…

મુંબઈઃ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ફરી એક વખત મુખ્ય પ્રધાન થશે, એવી ચર્ચા ચાલી રહી હતી. ભાજપના ઓફિશિયલ એક્સ પરથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ બે કલાકની અંદર આ વીડિયો ડિલીટ કરવામાં આવ્યો હતો. હવે ખુદ ફડણવીસે આ વીડિયો બાબતે સ્પષ્ટતા આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં મોટા માથાઓને મળવા માટે પહોંચ્યા હતા. પરિણામે લોકસભાની ચૂંટણી માટે આ ભાજપની નવી રણનીતિ છે કે કેમ એવી ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં જોરશોરથી થઈ રહી હતી. સીએમ એકનાથ શિંદેના 16 વિધાન સભ્યો અપાત્રતા મુદ્દે સસ્પેન્ડ થઈ જશે એટલે ફડણવીસ પાછા મુખ્ય પ્રધાન બનશે કે કેમ એવા સવાલો પણ ઉપસ્થિત થયા હતા. પરંતુ હવે ખુદ ફડણવીસે આ વીડિયો બાબતે સ્પષ્ટતા કરી છે.

ફડણવીસે જણાવ્યું હતું કે હું સીએમ એકનાથ શિંદેની સાથે જ છું. તેઓ એક સારા મુખ્ય પ્રધાન છે. તેમના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રનો વિકાસ કરવામાં હું મારી પૂરી તાકાત લગાવી દઈશ. જો કોઈને સત્તામાં આવવું હોય તો તે આ રીતે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને થોડી જ આવશે, એવો સવાલ પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો.

ફડણવીસે આગળ તેમના નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમનો કાર્યકાળ પૂરો કરશે. પૂર્ણ કાર્યકાળ અને તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી થશે અને અમે બધા જ તેમના સાથે મજબૂતાઈખથી ઊભા છીએ. એક વીડિયોને કારણે આવી અફવા અને વાતો ફેલાવવી એ સદંતર અયોગ્ય છે.

મી પુન્હા યેઈન… એ ફડણવીસનો વીડિયે 2019માં થયેલી મહાજનાદેશ યાત્રાનો છે. એક ઉત્સાહી કાર્યકર્તાએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો, એવું સ્પષ્ટીકરણ ભાજપ પ્રદેશાધ્યક્ષ બાવનકુળે દ્વારા આપવામાં આપ્યું છે. એટલું જ નહીં 2024માં પણ એકનાથ શિંદે જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હશે, એવો દાવો પણ બાવનકુળેએ કર્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત