આપણું ગુજરાત

ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ફીમાં 30 ટકા સુધીનો ભાવવધારો, આવતા વર્ષથી થશે અમલી

આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ-10 અને ધોરણ-12ની ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ 30 ટકા સુધીના ભાવવધારાનો સામનો કરવો પડશે. શિક્ષણ બોર્ડે રેગ્યુલર પરીક્ષાર્થીઓ, રિપીટર, ખાનગી સહિત તમામ કેટેગરીના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં વધારાની જાહેરાત કરી છે.

ધોરણ-10ની પરીક્ષા ફી જે પહેલા 355 હતી તે હવે વધીને 399 રૂપિયા કરી નાખવામાં આવી છે, જ્યારે ધોરણ-12માં વિજ્ઞાનપ્રવાહમાં જે પહેલા 605 રૂપિયા ફી હતી તે વધીને 665 રૂપિયા થઇ છે, ઉપરાંત સામાન્ય પ્રવાહમાં જે ફી પહેલા 490 રૂપિયા હતી તે વધીને 540 રૂપિયા કરી નાખવામાં આવી છે. આમ ગુજરાતમાં હવે શિક્ષણ અત્યંત મોંઘુ થઇ રહ્યું છે.

રાજ્યમાં પહેલેથી મોંઘવારી તોબા પોકારાવી રહી છે. રાજ્યનો ગરીબ અને મધ્યમવર્ગ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા પહેલેથી સંઘર્ષ કરી રહ્યો છે તેવામાં બાળકોના ભણતરમાં ભાવવધારો થતા સામાન્ય વર્ગ માટે વધુ એક ચિંતા પેદા થઈ છે. ફીમાં વધારાની સાથે સાથે બાળકોના ગણવેશ, પાઠ્યપુસ્તકો તથા અન્ય ખર્ચા પણ સતત વધી રહ્યા હોવાને કારણે એક પ્રકારે આ ભાવ વધારો પડતા પર પાટું મારવા જેવી સ્થિતિ ઉભી કરી રહ્યા છે. પરીક્ષા ફીના ભાવવધારાને કારણે શિક્ષણ બોર્ડને તો કરોડો રૂપિયાની આવક થશે પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર વધુ એક બોજો ઝીંકાયો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ફી વધારા ઉપરાંત પરીક્ષા માટેના કેન્દ્રો ફરી શરૂ કરવા માટે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી. કેટલાક કેન્દ્રો ગેરરીતિના કેસ આવ્યા બાદ બંધ કરવામાં આવ્યા હતા જેને પગલે વિદ્યાર્થીઓને દૂર જવું પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી, ત્યારે આ કેન્દ્રોને નવા સ્ટાફ સાથે ફરી શરૂ કરવાનો પ્રસ્તાવ પણ બેઠકમાં મુકાયો હતો. જે અંગે પરીક્ષા સમિતિ યોગ્ય નિર્ણય લેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…