ઇન્ટરનેશનલ

કેનેડાથી અમેરિકાના પ્રત્યર્પણ કરવામાં આવેલા પાકિસ્તાનના 20 વર્ષના આતંકીનો હતો આવો ખતરનાક પ્લાન

9/11 પછીનો સૌથી મોટો હુમલો કરવાની યોજના હતી

વોશિંગ્ટનઃ પાકિસ્તાનની ઓળખ સમગ્ર વિશ્વમાં આતંકના આકા તરીકેની છે. 20 વર્ષીય પાકિસ્તાની નાગરિક શાહઝેબ ખાનને કેનેડાથી પ્રત્યર્પણ કરીને અમેરિકા મોકલવામાં આવ્યો હતો. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈ મુજબસ શાહઝેબ ખાન ન્યૂયોર્કના બ્રુકલિન સ્થિત યહૂદી સેન્ટર પર આતંકી હુમલો કરવાનું કાવતરું રચી રહ્યો હતો. તેણે કહ્યું કે, જો સફળ થયો હોત તો 9/11 બાદ અમેરિકાની ધરતી પર સૌથી મોટો હુમલો હોત.

સ્ટુડન્ટ વિઝા પર ગયો કેનેડા

શાહઝેબનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. મિસિસોગામાં રહેતો હતો અને આઈએસઆઈએસ સાથે મળીને અમેરિકામાં યહૂદી સમુદાયને નિશાન બનાવવાની યોજના બનાવી હતી. હુમલા માટે 7 ઓક્ટોબર, 2024ની તારીખ પસંદ કરવામાં આવી હતી. જે ઈઝરાયલ પર હમાસની પ્રથમ વરસી હતી. આ હુમલામાં 1200થી વધારે લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત

9/11 પછીના સૌથી મોટા હુમલાની હતી યોજના

શાહઝેબે કહ્યું કે, તેઓ આ હુમલામાં અસંખ્ય લોકોને મારવા માંગતા હતા અને 9/11 પછીનો સૌથી મોટો હુમલો હોત. તે ઓફલાઈન આતંકી સેલ બનાવવા માંગતો હતો. તેની યોજના રાઈફલ અને સેમી ઓટોમેટિક હથિયાર ખરીદવાની પણ હતી. એફબીઆઈને જ્યારે આ અંગે ગુપ્ત માહિતી મળી ત્યારે તેના પર નજર રાખવામાં આવી હતી. અમેરિકાના અંડરકવર એજન્ટોએ તેનો સંપર્ક કર્યો અને ઓળખ્યા વગર જ હથિયારો ખરીદવા અને અમેરિકાની સરહદ પાર કરવાની મદદ માંગવા લાગ્યો.

અમેરિકાથી માત્ર 20 કિમી જ હતો દૂર

એફબીઆઈએ જ્યારે તેની વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કર્યા અને તેના ઈરાદાની પુષ્ટિ થઈ ત્યારે સપ્ટેમ્બર 2024માં કેનેડાના ક્યૂબેક પ્રાંતથી ધરપકડ કરવામાં આવી હતી. આ વિસ્તાર અમેરિકાની સરહદથી માત્ર 20 કિમી દૂર છે. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને અમેરિકામાં પ્રત્યર્પણ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button