નેશનલ

સોશિયલ મીડિયા પરનીઅશ્લીલ પોસ્ટ લાઈક કરવી ગુનો છે?

હાઈકોર્ટની ટિપ્પણી વાંચો

સોશિયલ મીડિયા પર અશ્લીલ પોસ્ટની ભરમાર હોય છે. ક્યારેક આવી પોસ્ટ જોઇને આપણે લાઇક પણ કરી દેતા હોઇએ છીએ. હવે આવી પોસ્ટ અંગે હાઇ કોર્ટે ટિપ્પણી કરી છે, જે જાણવી મહત્વની છે. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે સોશિયલ મીડિયા પરની અશ્લીલ પોસ્ટ લાઈક કરવી ગુનો નથી. જો કે, કોર્ટે કહ્યું છે કે આવી પોસ્ટ શેર કરવી કે રીટ્વીટ કરવી એ ગુનો છે.

કોર્ટે કહ્યું હતું કે માત્ર ફેસબુક અથવા એક્સ (અગાઉ ટ્વિટર) પર અશ્લીલ પોસ્ટને લાઈક કરવું એ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (આઈટી એક્ટ)ની કલમ 67 હેઠળ ગુનો નહીં બને. અશ્લીલ પોસ્ટ શેર કરવી અથવા રીટ્વીટ કરવી એ આઈટી એક્ટની કલમ 67 હેઠળ અશ્લીલ પોસ્ટના પ્રસારણ સમાન છે. આ અંગેનો એક કેસ રદ કરવાની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. જેમાં એક વ્યક્તિ (અરજીકર્તા) પર સોશિયલ મીડિયા પર ભડકાઉ મેસેજ પોસ્ટ કરવાનો આરોપ હતો.


જણાવી દઈએ કે જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેશવાલની બેંચ આઈપીસીની કલમ 147, 148, 149, સેક્શન 67 ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (એમેન્ડમેન્ટ) હેઠળ નોંધાયેલા કેસ અને બિનજામીનપાત્ર વોરંટને રદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી. આ કેસમાં અરજદાર સામે આરોપ એ હતો કે તેણે સોશિયલ મીડિયા પર અમુક ઉશ્કેરણીજનક સંદેશાઓ પોસ્ટ કર્યા હતા, જેના પરિણામે મુસ્લિમ સમુદાયના લગભગ 600-700 લોકોએ પરવાનગી વિના સરઘસ કાઢ્યું હતું, જેનાથી સમાજની શાંતિ અને કાયદો વ્યવસ્થઆ સામે ગંભીર જોખમ ઊભું થયું હતું.


આ કેસની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવી અથવા તેનું પ્રસારણ કરવું એ ગુનો છે. પોસ્ટ અથવા સંદેશ જ્યારે પોસ્ટ કરવામાં આવે ત્યારે તેને પ્રકાશિત કરવામાં આવે તેમ કહી શકાય અને જ્યારે કોઈ પોસ્ટ અથવા સંદેશને શેર અથવા રીટ્વીટ કરવામાં આવે ત્યારે પણ તેને પ્રસારિત કરવામાં આવે તેમ કહી શકાય, પરંતુ પોસ્ટને લાઈક કરવી એ પોસ્ટને પ્રકાશિત અથવા પ્રસારિત કરવા સમાન નથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button