… તો દીકરાનું રાજકીય રિ-લોન્ચિંગ ફિક્સ: અજિત દાદાએ પાર્થ પવાર માટે મતદારસંઘ નક્કી કર્યો?
મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બે જૂથ પડતા રાજ્યનું રાજકીય વાતાવરણ પણ બદલાયું છે. શરદ પવાર અને અજિત પવાર એકબીજાની સામે લડશે એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. એમાં હવે અજિત પવારે જિલ્લા બેન્કના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. અને ત્યાર બાદ તેમના દિકરા પાર્થ પવારની જિલ્લા બેન્કના અધ્યક્ષ પદ માટે નિમણૂંક થાય તેવું વાતાવરણ નિર્માણ કરવાની શરુઆત થઇ ગઇ છે. સહકારના માધ્યમથી પાર્થ પવારને રાજાકરણમાં સક્રિય કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
સહકાર ક્ષેત્રને શરદ પવાર અને અજિત પવાર એક અલગ ઉંચાઇએ લઇ ગયા છે. ત્યારે હવે પાર્થ પવાર માટે અજિત પવારે સહકારના માધ્યમથી યોગ્ય રસ્તો નક્કી કર્યો હોવાનું કહેવાઇ રહ્યું છે. આવતી 8મી નવેમ્બરના રોજ જિલ્લા બેન્કની ચૂંટણી યોજાનાર છે. ત્યારે હવે પાર્થ પવારનું રિ-લોન્ચિંગ કરવાની તૈયારી આ માધ્યમથી થઇ રહી છે.
2019માં પાર્થ પવારને માવળ લોકસભામાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા ઉમેદવારી આપવામા આવી હતી. જોકે તેમાં પાર્થનો પરાજય થયો હતો. જોકે હવે જિલ્લા બેન્કના માધ્યમથી પાર્થ પવારનું રાજકીય રિ-લોન્ચિંગ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, પાર્થ પવારનું નામ જિલ્લા બેન્કના સંચાલક પદ માટે લગભગ નક્કી થયું હોવાની જાણકારી મળી રહી છે. સાથે સાતએ અજિત પવારના પત્ની સુનેત્રા પવાર બારામતી લોકસભા માટે ઇચ્છુક છે એમ કહેવાઇ રહ્યું છે.
ત્યારે હવે લોકસભા માટે અજિત પવારને કેટલી બેઠકો મળે છે એ જોવા યોગ્ય છે. ત્યારે હવે અજિત પવાર લોકસભા માટે નવા ચહેરાને તક આપશે? એ જોવું મહત્વનું છે. એમા પણ પાર્થ પવાર અને સુનેત્રા પવાર આવનારા સમયમાં લોકસભાના ઉમેદવાર તરીકે દેખાઇ શકે છે. ઉપરાંત શિરુર લોકસભા માટે દિલીપ વળસે પાટીલના નામની પણ ચર્ચા થઇ રહી છે. તેથી હવે માવળ, બારામતી અને શિરુર લોકસભા માટે અજિત પવારે સર્વેની શરુઆત કરી દીધી છે એવી વિગતો જાણવા મળી છે.