આપણું ગુજરાત

પોલીસની ભરતી મુદ્દે ગુજરાત એસટી દોડાવાશે એક્સ્ટ્રા બસ…

સમગ્ર રાજ્યમાંથી અંદાજે 2.48 લાખ ઉમેદવાર આપશે પરીક્ષા

અમદાવાદ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Bharti Board) દ્વારા આગામી 15 જૂન, 2025ના રોજ સવારે 9:30 થી 12:30 દરમિયાન લોકરક્ષક (LRD) કેડરની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર સ્થિત પરીક્ષા કેન્દ્રો પર લેવાશે, જેમાં રાજ્યભરમાંથી અંદાજે 2.48 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

GSRTC

બે દિવસ સુધી એસટી દોડાવશે એકસ્ટ્રા બસ
આ વિશાળ સંખ્યામાં ઉમેદવારોની સુવિધા માટે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. GSRTC દ્વારા 14 અને 15 જૂન, 2025 ના રોજ વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા કેન્દ્રો નજીકના ડેપો સુધી પહોંચવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

ઉમેદવારોના ધસારાને ધ્યાનમાં રાખીને, નિગમ દ્વારા આ એક્સ્ટ્રા બસ સેવાઓ માટે ઓનલાઈન એડવાન્સ ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારો નિગમના ડેપો ખાતેથી અથવા GSRTC ની વેબસાઇટ http://gsrtc.in પરથી કાઉન્ટર અને ઓનલાઈન બુકિંગનો લાભ લઈ શકશે.

નિગમના ટોલ ફ્રી નંબર પરથી મળી રહેશે જાણકારી
પરીક્ષા સંબંધી સંચાલન અને બસ સેવાઓ અંગેની કોઈપણ પૂછપરછ માટે, ઉમેદવારો નિગમના ટોલ-ફ્રી નંબર
૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ પર ૨૪ કલાક સંપર્ક કરીને જાણકારી મેળવી શકે છે. GSRTC એ ખાતરી આપી છે કે આ વ્યવસ્થાથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ અગવડ નહીં પડે અને તેઓ સરળતાથી પ્રવાસ કરી શકશે.

આપણ વાંચો : ગુજરાત પોલીસમાં ખળભળાટ: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સિનિયર IPS અધિકારીઓનો ક્લાસ લીધો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button