નેશનલ

તેલંગાણામાં ભાજપ જીતશે તો મુખ્ય પ્રધાન ઓબીસીમાંથી હશેઃ ગૃહ પ્રધાન અમિત શાહની જાહેરાત

આગામી મહીને તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા જાતિ એક મોટો રાજકીય મુદ્દો બની રહી છે. તેલંગાણામાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મોટી જાહેરાત કરી હતી. તેમણે એક જાહેર સભામાં કહ્યું હતું કે જો ભાજપ તેલંગાણામાં ચૂંટણી જીતશે તો મુખ્ય પ્રધાન ઓબીસી સમુદાયના વ્યક્તિને બનાવવામાં આવશે. અમિત શાહે શુક્રવારે સૂર્યપેટમાં યોજાયેલી રેલીમાં આ જાહેરાત કરી હતી.

તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીમાટે મતદાન થવાનું છે. સૂર્યપેટમાં આયોજિત પ્રજા ગર્જના સભામાં અમિત શાહે કહ્યું હતું કે, ભાજપ ગરીબોની પાર્ટી છે. કેસીઆરનો ઉદ્દેશ્ય કેટીઆરને સીએમ બનાવવાનો છે અને સોનિયા ગાંધીના જીવનનું લક્ષ્ય રાહુલ ગાંધીને પીએમ બનાવવાનું છે. જો ભાજપ જીતશે તો તેઓ પછાત વર્ગમાંથી મુખ્ય પ્રધાન બનાવશે. અમિત શાહે તેલંગાણાના લોકોને રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માટે મત આપવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે બિહારની નીતીશ કુમાર સરકારે 2 ઓક્ટોબરે જાતિ સર્વેક્ષણ અહેવાલ જાહેર કર્યા બાદ, ઘણા પક્ષોએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જાતિ સર્વેક્ષણ અને ગણતરીની હિમાયત કરી હતી. પ્રાદેશિક પક્ષોનું માનવું છે કે આનાથી તેમને જ ફાયદો થશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાના ઉદ્દેશ્ય સાથે રચાયેલ વિરોધ પક્ષોના ગઠબંધન ‘ઇન્ડિયા’ની મુંબઈમાં યોજાયેલી ત્રીજી બેઠકમાં દેશમાં જાતિ ગણતરી પર ભાર મૂક્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત