હત્યા માટે સોનમે હનીમૂન પ્લાન બદલ્યો હતો! રાજાની ભાભીએ કર્યા મોટા ખુલાસા

ઇન્દોર: મેઘાલયમાં ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા મામલે સતત નવા ખુલસા થઇ (Raja Raghuvanshi murder case) રહ્યા છે. હત્યાની કથિત આરોપી રાજાની પત્ની સોનમ રઘુવંશી(Sonam Raghuvanshi)ની ધરપકડ કરવામાં આવી છે, હાલ શિલોંગ પોલીસ તેની પુછપરછ કરી રહી છે. પોલિસ તાપસ બાદ જ આ ગુના પાછળની હકીકતો બહાર આવશે. પરંતુ હાલ સોનમ અંગે અલગ અલગ અહેવાલો વહેતા થઇ રહ્યા છે. એવામાં રાજાની બંને ભાભીઓએ આ સોનમ વિશે ખુલાસા કર્યા છે, તેમણે દાવો કર્યો કે સોનમે હત્યા માટે અગાઉથી પ્લાન બનાવી લીધો હતો.
અહેવાલ મુજબ સોનમે હનીમૂનના પ્લાનમાં ફેરફાર કર્યો હતો. ફરવાના સ્થળ, તારીખથી માંડીને ટિકિટ, તમામ આયોજન સોનમે કર્યું હતું. રાજાને માત્ર બે દિવસ પહેલા ખબર પડી હતી કે તેઓ શિલોંગ ફરવા જઈ રહ્યા છે. હનીમૂન માટે બંને અલગ અલગ નીકળ્યા હતાં. સોનમ પિયરથી નીકળી હતી અને રાજા તેના ઘરેથી નીકળ્યો હતો.
અચાનક પ્લાન બદલ્યો:
એક હિન્દી સમાચાર સંસ્થાએ રજાની મોટી ભાભીને ટાંકીને લખ્યું કે સોનમે છેલ્લી ઘડીએ હનીમૂન પ્લાન બદલી નાખ્યો. લગ્ન પછી સોનમ માત્ર ચાર દિવસ માટે તેના સાસરિયામાં રહી. વિદાય 15 મેના રોજ થઈ અને તે 19 મે સુધી સાસરીયામાં રહી. તે 20 મેના રોજ પિયરથી શિલોંગ ગઈ. જેઠ મહિનો ચાલી રહ્યો હતો, તેથી તેને સાસરિયામાં રહેવાનું ન હોતું. અમાસ પછી તે ફરી સાસરીયામાં આવવાની હતી અને પછી ફરવા જવાનું હતું, પરંતુ સોનમે અચાનક હનીમૂન પ્લાન બદલી નાખ્યો.
પરિવારનો દાવો છે રવિવારે સાંજે સોનમે રાજાને જણાવ્યું હતું કે તેમને મંગળવારે શિલોંગ જવાનું છે. સોનમે રાજાને સોનાની ચેન અને વીંટી પહેરીને આવવા કહ્યું હતું. મંગળવારે બંને શિલોંગ જવા અલગ અલગ રવાના થયા.
પરિવાર આઘાતમાં:
રાજાની ભાભીએ ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું, “જ્યારે અમે સાંભળ્યું કે સોનમે આ કાવતરું ઘડ્યું હતું, ત્યારે અમને આઘાત લાગ્યો. અમે તેને અમારી પુત્રી તરીકે સ્વિકારી હતી. આ સંબંધ બંને પરિવારના સભ્યોની સંમતિથી થયો હતો. અમારા ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું.”
આપણ વાંચો: ઓડીશામાં ગુલાબી ગેંગ જસ્ટિસ! મહિલાઓએ બળાત્કારીને મારીને સળગાવી દીધો
રાજાની નાની ભાભીએ કહ્યું કે સોનમ સાસુ સાથે વાત કરતી હતી. તે તેમની સાથે વધારે વાત કરતી નહોતી. તે ચૂપ રહેતી હતી, પરંતુ તેના વર્તનથી ક્યારેય એવું લાગતું નહોતું કે તે આવું પગલું ભરી શકે છે.