મનોરંજન

સિદ્ધુ-અર્ચનાની જોડી ફરી જમાવશે રંગ: ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ધમાકેદાર વાપસી…

મુંબઈ: બોલિવૂડના જાણીતા કોમેડિયન એન્કર કપિલ શર્માનો શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ તેની ત્રીજી સીઝન સાથે નવજોત સિંહ સિદ્ધુના ગ્રાન્ડ કમબેકની તૈયારીમાં છે. સિદ્ધુની શાયરી, રમૂજ અને ઉત્સાહની ચાહકોને અપેક્ષા હતી, જે હવે 21 જૂન, 2025થી નેટફ્લિક્સ પર લોકોની આતુરતાનો અંત આવશે. ઉલ્લેખનીય છે કે, અર્ચના પુરન સિંહ જજ તરીકે યથાવત્ રહેશે, આ સાથે નવજોત સિંહ સિદ્ધુ પણ આ શોમાં જોવા મળશે, જ્યારે બે જજની ‘Comedy Court’ દર્શકોને ડબલ હાસ્યનો ડોઝ આપશે.

આ શોને લઈ 9 જૂન 2025ના રોજ નેટફ્લિક્સ પર એક પ્રોમો લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં કપિલ શર્મા અર્ચના પુરન સિંહને ‘સરપ્રાઈઝ’ની વાત કરે છે. અર્ચના ઘર, ગાડી કે નેટફ્લિક્સના શેર્સની અપેક્ષા રાખે છે, પરંતુ સિદ્ધુની શાયરી સાથે એન્ટ્રીથી તે ચોંકી જાય છે. પ્રોમોમાં સિદ્ધુ અને અર્ચના વચ્ચે રમૂજી નોકઝોક જોવા મળે છે, જ્યાં કપિલ મજાકમાં અર્ચનાને ‘મોઢે પટ્ટી બાંધવા’ કહે છે.

સિદ્ધુએ કહ્યું, “શોમાં પાછા ફરવું એ ઘરે આવવા જેવું છે. ચાહકોના પ્રેમે તેમણે ફરી એકઠા કર્યા. કપિલે ઉમેર્યું, “અમે વચન આપ્યું હતું કે દરેક ફનીવાર અમારું પરિવાર વધશે. સિદ્ધુ પાજી અને અર્ચના જી સાથે આ સીઝનમાં હાસ્ય ત્રણ ગણું થશે.”

આ સીઝનમાં સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક અને કીકુ શારદા પણ પોતાના કોમેડી રંગ લઈને પાછા ફરશે. ખાસ વાત એ છે કે સુપરફેન્સને સ્ટેજ પર કપિલ અને સિદ્ધુ સાથે ઈન્ટરેક્ટ કરવાનો મોકો મળશે, જે શોને વધુ રોમાંચક બનાવશે.

સિદ્ધુની 2019માં પુલવામા હુમલા પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ શોમાંથી વિદાય થઈ હતી અને અર્ચનાએ તેમનું સ્થાન લીધું. હવે, બંનેની જોડી નવા અંદાજમાં દર્શકોને હસાવવા તૈયાર છે. 21 જૂનથી દર શનિવારે રાત્રે 8 વાગે નેટફ્લિક્સ પર આ હાસ્યનો ડબલ ડોઝ માણવા તૈયાર રહો.

આપણ વાંચો :યુટ્યુબ પર ડેબ્યુ કરતાની સાથે જ અર્ચના પુરન સિંહની ચેનલ થઈ ગઈ હેક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button