મનોરંજન

આ બોલિવૂડની સેલેબ્રિટીનું ‘કન્યા દાન’ કર્યું છે વિજય માલ્યાએ, જાણો કોણ છે?

2014માં 21મી જાન્યુઆરીના દિવસે એક ખૂબ ચકચારી બોલિવૂડ અભિનેત્રી સમીરા રેડ્ડી મહારાષ્ટ્રીયન રીત રિવાજો સાથે પારંપરિક રીતે લગ્ન જીવનમાં પ્રભૂત્વના પગલા પાડ્યા હતા. આ અભિનેત્રિના નવા જીવનના સાથી બન્યા બાઈક ડિઝાઈનર અક્ષય વર્દે. આ ખૂબ જ ખાનગી લગ્ન સમારોહમાં એક આશ્ચર્યજનક એન્ટ્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને તે હતી ‘કિંગ ઓફ ગુડ ટાઇમ્સ’ વિજય માલ્યાની. તેમની આ હાજરી અને સમીરા સાથેનો સંબંધ ચર્ચાનો વિષય બન્યો. આ લગ્નની ખાસ વાતો અને તેની પાછળની સ્ટોરી જાણીએ.

સમીરા રેડ્ડીના લગ્નમાં વિજય માલ્યાએ કન્યાદાનની ભૂમિકા નિભાવી, જે બોલિવૂડ અને હાઇ-સોસાયટીમાં ચર્ચાનો વિષય બન્યો. નીતા લુલ્લાની ડિઝાઇન કરેલી બ્રાઇડલ ડ્રેસમાં સમીરા જ્યારે માલ્યાનો હાથ પકડી મંડપમાં પહોંચી હતી.

આ પણ વાંચો: કિંગફિશર એરલાઇન્સના પતન માટે પ્રણવ મુખર્જી જવાબદાર? વિજય માલ્યાએ લગાવ્યા ગંભીર આરોપ

2014માં આપેલા ઇન્ટરવ્યૂમાં સમીરાએ જણાવ્યું હતું કે વિજય માલ્યા, જેઓ મારી માતાની બાજુના સંબંધી છે, તેમણે મારુ કન્યા દાન કર્યું હતું. જોકે, બંને વચ્ચે લોહીનો સીધો સંબંધ નથી, પરંતુ મામાની બાજુથી જોડાયેલા માલ્યાએ પ્રેમથી આ રસમ નિભાવી હતી. એક વાયરલ ફોટોમાં માલ્યા સમીરાને વ્હાલ કરતા જોવા મળ્યા હતા, જે તેમની ભવ્ય પાર્ટીની યાદ અપાવે છે.

સમીરા અને અક્ષય વર્દેની પ્રેમકહાની એક PR ઇવેન્ટથી શરૂ થઈ, જ્યાં સમીરાએ ફિલ્મ ‘તેજ’ના પ્રમોશન માટે બાઇક ચલાવવાની હતી.

આ પણ વાંચો: ભાગેડુ વિજય માલ્યાએ માફી માંગી, ભારત આવવા વિષે પણ વાત કરી

અગાઉ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સમીરાએ જણાવ્યું હતું કે “બાઇક ચલાવતી વખતે હું પડતા પડતા બચી, હું તો બચી ગઈ પણ મારું મન અક્ષયે મોહી લીધું” અક્ષય, જે બાઇક કંપનીના માલિક હતા. શરૂઆતમાં માત્ર બાઇકની ચિંતામાં હતા, પરંતુ સમીરાએ જાતે તેમનો નંબર મેળવીને આ રોમેન્ટિક કહાનીની શરૂઆત કરી. બંનેએ ‘દે દના દન’ ફિલ્મમાં સાથે કામ પણ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button