અમદાવાદ

અમદાવાદીઓ તૈયાર રહો પરસેવેથી જ ન્હાવા માટે, કારણ કે વરસાદ હજુ રાહ જોવડાવશે

અમદાવાદીઓને આગામી 10 દિવસ સુધી સહન કરવો પડશે ગરમીનો પ્રકોપ! 20 જૂન સુધી વરસાદની સંભાવના નહિવત

અમદાવાદીઓ માટે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. અમદાવાદમાં હજી આગામી 10 દિવસ સુધી વરસાદની સંભાવના નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી 14 તારીખથી રાજ્યમાં ચોમાસુ બેસી જવાનું હોવા છતાં પણ અમદાવાદમાં વરસાદની સંભાવના ઓછી છે. જો વરસાદ થશે તો પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 20 જૂન સુધી અમદાવાદમાં વરસાદની સંભાવના નહિવત પ્રમાણમાં છે.

આગામી 20 જૂન સુધી વરસાદની સંભાવના નહિતવઃ હવામાન વિભાગ

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ અમદાવાદમાં લોકોને ગરમીનો પ્રકોપ હજી પણ સહન કરવાનો રહેશે. કારણ કે, અમદાવાદમાં આગામી 20 જૂન સુધી વરસાદની સંભાવના નહિતવ હોવાની આગાહી કરવામાં આવી છે. જો કે, 15 જૂન બાદ છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડી શકે છે. ગરમીની વાત કરવામાં આવે તો, હવામાન વિભાગે આપેલી વિગતો પ્રમાણે આગામી 14 જૂન સુધી ગરમીનું પ્રમાણ યથાવત રહેવાનું છે. ગઈ કાલે રાત્રે અમદાવાદ શહેરમાં 28 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

આપણ વાંચો:  ગુજરાતની 54 હજારથી વધુ સ્કૂલોમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

14 જૂન બાદ અમદાવાદ શહેરમાં છુટાછયાવા વરસાદની સંભાવના

અમદાવાદ શહેરમાં ગઈ કાલે 40.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું અને હજી પણ તાપમાન વધી શકે છે. એટલું જ નહીં પરંતુ હજી પણ અમદાવાદવાસીઓને ગરમી સહન કરવી પડશે. કારણ કે, આગામી 14મી જૂન સુધી તાપમાન 42 સુધી પહોંચતાં ગરમીનું પ્રમાણ વધવાનું છે. 14 જૂન બાદ અમદાવાદ શહેરમાં છુટાછયાવા વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છુટોછવાયો વરસાદ થવા છતાં પણ ગરમીના પ્રમાણમાં ઘટડો નથી થવાનો, ગરમીથી આંશિક છૂટકારો મેળવવા માટે અમદાવાદમાં ભારે વરસાદ થવો જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button