ઇન્ટરનેશનલ

અમેરિકામાં ઈંડા બન્યા ઝેરી! સાલ્મોનેલા બેક્ટેરિયાથી 80 લોકો બીમાર, 17 લાખ ઈંડા પાછા મંગાવાયા

લોસ એન્જલસ: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA)માં અલગ અલગ ખાદ્ય પદાર્થો મારફતે ફેલાઈ રહેલા સાલ્મોનેલા બેક્ટેરિયાને કારણે ખળભળાટ મચી ગયો છે. કાકડી, ડુંગળી અને ટામેટાં પછી ઈંડામાં સાલ્મોનેલા બેક્ટેરિયાની હાજરી(Salmonella bacteria in eggs)ની જાણ થઇ છે. ચેપગ્રસ્ત ઈંડા ખાવાથી યુએસના સાત રાજ્યોમાં લગભગ 80 લોકો બીમાર પડ્યા છે, જેમાંથી કેટલાક કેસ ગંભીર છે. 21 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. યુએસમાં ફૂડ સેફટી સામે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

ઈંડા પાછા ખેંચવામાં આવ્યા:

ઈંડામાં સાલ્મોનેલાના બેક્ટેરિયા મળી આવ્યા બાદ, કેલિફોર્નિયાની ઓગસ્ટ એગ કંપની(August egg company)એ દેશભરમાં સપ્લાય કરેલા લગભગ 17 લાખ ઈંડા પાછા મંગાવ્યા છે. સરકારી એજન્સીઓએ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. સરકારે લોકોને સલાહ આપી છે કે તેઓ ચેપગ્રસ્ત ઈંડા ફેંકી દે અથવા સ્ટોરમાં પાછા આપે, જ્યાંથી કંપની ઈંડાને ટેસ્ટીંગ માટે મોકલાશે.

સરકારી એજન્સીઓએ લોકોને ચેપના ફેલાવાને રોકવા માટે હાથ સારી રીતે ધોવાની અપીલ કરી છે. ઈંડા ખાધા પછી ડિહાઇડ્રેશન અથવા તાવ જેવા ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ(CDC)એ અહેવાલમાં જાણવા મળ્યું છે કે એરિઝોના, કેલિફોર્નિયા, ઇલિનોઇસ, ઇન્ડિયાના, નેબ્રાસ્કા, ન્યુ મેક્સિકો, નેવાડા, વોશિંગ્ટન અને વ્યોમિંગમાં 79 લોકો બીમાર પડ્યા હતા. બધા એક જ ઇંડા બ્રાન્ડ દ્વારા સાથે જોડાયેલા છે.

CDCએ જણાવ્યું, “ઈંડા કેલિફોર્નિયા, વોશિંગ્ટન, નેવાડા, એરિઝોના, વ્યોમિંગ, ન્યુ મેક્સિકો, નેબ્રાસ્કા, ઇન્ડિયાના અને ઇલિનોઇસમાં આવેલા વોલમાર્ટમાં પણ મોકલવામાં આવ્યા હતાં અને જેનું વેચાણ તારીખ 4 માર્ચ, 2025 થી 19 જૂન, 2025 સુધી કરવામાં આવ્યું હતું.”

ઓગસ્ટ એગ કંપનીએ કેલિફોર્નિયાના હિલ્મર ઉત્પાદિત 17 લાખ ડઝન બ્રાઉન કેજ-ફ્રી અને ઓર્ગેનિક ઇંડા સ્વેચ્છાએ પાછા ખેંચી લીધા છે.

આપણ વાંચો:  ટ્રમ્પે ગવર્નરની મંજુરી વગર સેના ઉતારી; અમેરિકામાં સત્તાનું સંતુલન ખોરવાયું?

સાલ્મોનેલા શું છે?

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યા મુજબ સાલ્મોનેલા એક હાનિકારક માઈક્રોઓર્ગેનીઝ્મ છે. આ બેક્ટેરિયા માનવ શરીરમાં પ્રવેશ્યા બાદ દર્દીને 12 થી 72 કલાકની અંદર ઝાડા, તાવ અને પેટમાં ખેંચાણ જેવી તકલીફો થાય છે. બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ બેક્ટેરિયા ગંભીર અને જીવલેણ ચેપનું કારણ પણ બની શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button