ટોપ ન્યૂઝસ્પોર્ટસ

તાઇવાનમાં ભારતીય ઍથ્લીટોની `સુવર્ણ સફર’: 12 ગોલ્ડ મેડલ સાથે મોખરે

ચાઇનીઝ તાઇપેઈઃ અહીં તાઇવાન ઓપન ઍથ્લેટિક્સ-2025 નામની સ્પર્ધામાં ભારતે 12 ગોલ્ડ મેડલ સહિત કુલ 16 મેડલ જીતીને સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું. આ ઐતિહાસિક સફળતામાં ત્રણ સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ પણ સામેલ હતા.
બે દિવસની આ સ્પર્ધામાં શનિવારના પ્રથમ દિવસે ભારતીય ઍથ્લીટોએ છ ગોલ્ડ અને રવિવારના છેલ્લા દિવસે વધુ છ ગોલ્ડ મેડલ જીતી લીધા હતા.

રોહિત યાદવ ભાલાફેંકની હરીફાઈમાં ભાલો 74.42 મીટર દૂર ફેંકીને ગોલ્ડ જીત્યો હતો. રવિવારના ભારતના બીજા પાંચ ગોલ્ડ મેડલ વિજેતાઓ આ મુજબ હતાઃ વિથ્યા રામરાજ (400 મીટર હર્ડલ્સ રેસ, 56.53 સેકન્ડ), પૂજા (800 મીટર દોડ, બે મિનિટ અને 02.79 સેકન્ડ), ક્રિશન કુમાર (800 મીટર દોડ, 1 મિનિટ અને 48.46 સેકન્ડ), અન્નુ રાની (ભાલાફેંક, 56.82 મીટર), સંતોષ, વિશાલ, ધરમવીર, મનુ ટીએસ (4 બાય 400 રિલે દોડ, 3 મિનિટ અને 05.58 સેકન્ડ).

આપણ વાંચો:  દુરાચારના આક્ષેપોથી ઘેરાયેલા જૈન સાધુ સાગરચન્દ્રસાગર અને બે સાધ્વી સામે આખરે પોલીસ ફરિયાદ

શનિવારે ભારતે જે છ ગોલ્ડ મેડલ જીતી લીધા હતા એમાં એશિયન ચૅમ્પિયન જ્યોતિ યારાજી (મહિલાઓની 100 મીટર હર્ડલ્સ રેસ)ની સફળતા સૌથી આકર્ષક હતી. તેણે આ રેસ 12.99 સેકન્ડમાં પૂરી કરી હતી અને જાપાનની બે રનર્સને પાછળ રાખીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. બન્ને જાપાનીઝ રનરે દોડ અનુક્રમે 13.04 સેકન્ડ અને 13.10 સેકન્ડમાં પૂરી કરી હતી.
જ્યોતિ યારાજી હજી નવ દિવસ પહેલાં દક્ષિણ કોરિયાની એશિયન ચૅમ્પિયનશિપમાં 100 મીટર હર્ડલ્સ દોડ 12.96 સેક્ન્ડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીતી હતી. જોકે બન્ને વખત તે પોતાનો નૅશનલ રેકૉર્ડ (12.78 સેક્ન્ડ) ન તોડી શકી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button