ઇન્ટરનેશનલ

ગાઝા સુધી સહાય પહોંચડવા 12 એક્ટિવિસ્ટનું સાહસ: ‘મેડલીન’ બોટ પર સૌની નજર, ઇઝરાયેલે આપી ચેતવણી

પેરીસ/જેરુસલેમ: ઇઝરાયેલ છેલ્લા 20 મહિનાથી ગાઝા પર સતત હુમલા કરીને નરસંહાર કરી રહ્યું છે, જેમાં 55,000 જેટલા પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે, મૃતકોમાં મોટાભાગના બાળકો છે. ગાઝામાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સંપૂર્ણ નાશ કર્યા બાદ ઇઝરાયેલે યુનાઇટેડ નેશન્સ(UN) તરફથી મોકલવામાં આવતી માનવતાવાદી સહાયને પણ રોકી (Israel blockade on Gaza) દીધી છે. લાખો લોકો આહાર અને દવાના અભાવે મોતમાં મુખમાં ધકેલાઈ રહ્યા છે. દુનિયાના દેશોની સરકારો ઇઝરાયેલ પર દબાણ બનાવવા નિષ્ફળ જતાં, નાગરિકોએ માનવતાવાદી સહાય (Humanitarian Aid) પહોંચડવા બીડું ઝડપ્યું છે. વિવિધ દેશના 12 એક્ટીવીસ્ટ મેડલીન (Madleen)નામની બોટ પર સારવાર થઇને ગાઝા તરફ નીકળી પડ્યા છે, જો કે ઈઝરાયેલ નિશસ્ત્ર એક્ટીવીસ્ટ સામે પણ ચેતવણી જાહેર કરી છે.

ઇઝરાયેલ દ્વારા ગાઝા પર કરવામાં આવેલી ઘેરાબંધીને પડકારવા ફ્રીડમ ફ્લોટિલા કોલીએશન (Freedom Flotilla) દ્વારા સંચાલિત મેડલીન નામની બોટ 1 જૂનના રોજ દક્ષિણ ઇટાલીના કેટાનિયાનાથી રવાના થઇ હતી. જેમાં ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) સહીત 12 લોકો સારવાર છે. આ બોટમાં ગેમ ઓફ થ્રોન્સ(GOT) સિરીઝના જાણીતા એક્ટર લિયામ કનિંગહામ (Liam Cunningham) પણ સવાર છે. આ બોટમાં ફ્રૂટ જ્યુસ, દૂધ, ચોખા, ટીનમાં બંધ ખોરાક અને પ્રોટીન બાર અને દવાઓ છે.

આ બોટ આગામી 24 કલાકમાં ગાઝાના દરિયા કિનારે પહોંચે એવી અપેક્ષા છે, હાલ દુનિયાભરના લોકોની નજર આ બોટ પર છે. એવામાં ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને ચેતવણી ઉચ્ચારી છે.

ઇઝરાયેલની ચેતવણી:
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને મેડલીન બોટને ગાઝાના દરિયા કિનાર પહોંચતા અટકાવવાનું વચન આપ્યું છે. સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝ(Israel Kat)એ રવિવારે જણાવ્યું હતું કે ઇઝરાયલ કોઈને પણ નેવીની નાકાબંધી તોડવા દેશે નહીં, નાકાબંધીનો હેતુ હમાસને શસ્ત્રો પહોંચતા અટકાવવાનો છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) પણ અગાઉ ચેતવણી આપી ચુકી છે કે તે સહાય લઇને જઈ રહેલી બોટને ગાઝા સુધી પહોંચવા દેશે નહીં. ઈંગ્લેંડના એક અખબાર સાથે વાત કરતા IDF પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિને જણાવ્યું હતું કે ઇઝરાયલી સૈન્ય સહાય બોટ આગમનને રોકવા માટે “કાર્યવાહી કરવા તૈયાર” છે.

એક્ટીવીસ્ના ઈરાદા મક્કમ:ટ્સ
બોટ પર સવાર યુરોપિયન યુનિયનના ફ્રેંચ સાંસદ રીમા હસને X પરની એક પોસ્ટમાં કહ્યું ઇઝરાયેલ તેમના મિશનને રોકવા માટે એક મિસાઇલ બોટ અને એક કમાન્ડો ફોર્સ તૈનાત કરશે.

મેડલીન પર સવાર બ્રાઝિલિયન કાર્યકર્તા થિયાગો અવિલાએ જણાવ્યું કે બોટ હવે ગાઝા પટ્ટીથી માત્ર 190 માઇલ (306 કિમી) દૂર છે. તેમણે કહ્યું કે સમર્થકોએ તેમની સરકાર પાસે બોટની સલામતીની માંગ કરવી જોઈએ.

આ પણ વાંચો -‏‏‎ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી, લોસ એન્જલસમાં ઈમિગ્રેશન પોલીસીના વિરોધમાં લોકો રસ્તા પર

મેડલીન પર સવાર ગ્રેટા થનબર્ગે ગાઝા પટ્ટીમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી છે. તેણે કહ્યું “અમે નાકાબંધી તોડવાનો અને ગાઝા માટે માનવતાવાદી કોરિડોર ખોલવાનો પ્રયાસ કરીશું.”

અગાઉ પણ થયો હતો પ્રયાસ:
અગાઉ પણ એક્ટીવીસ્ટના ગ્રુપે બોટ મારફતે ગાઝામાં સહાય પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો, જ્યારે બોટ માલ્ટાના ઇન્ટરનેશનલ વોટરમાં પહોંચી ત્યારે બે ડ્રોને બોટ અને અન્ય એક જહાજ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં જહાજના આગળના ભાગને નુકસાન થયું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button