ટોપ ન્યૂઝનેશનલ

ઇ- કોમર્સ કંપનીઓ હવે દૂર કરવી પડશે ડાર્ક પેટર્ન, છેતરપિંડીથી બચાવવા ગ્રાહક સુરક્ષા ઓથોરિટીનો નિર્દેશ…

નવી દિલ્હી : કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરિટીએ(સીસીપીએ) ઓનલાઈન ગ્રાહકોની સુરક્ષા માટે એક કંપનીઓને મહત્વનો નિર્દેશ આપ્યો છે. જેમાં હવે ઇ કોમર્સ પ્લેટફોર્મ અને એપ્સ દ્વારા વેચાણ કરતી કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ડાર્ક પેટર્નને દૂર કરવી પડશે. ડાર્ક પેટર્ન એ ભ્રામક ડિઝાઇન યુક્તિઓ છે જે ગ્રાહકોને છેતરપિંડી કરીને ગેરમાર્ગે દોરે છે. સીસીપીએ કહ્યું છે કે કંપનીઓએ ડાર્ક પેટર્ન ઓળખવા અને દૂર કરવા માટે ત્રણ મહિનાની અંદર સેલ્ફ ઓડિટ કરવું પડશે. આ ઓડિટ બાદ કંપનીઓએ જાહેરાત પણ કરવી પડશે કે તેમના પ્લેટફોર્મ પર આવા કોઈ ડાર્ક પેટર્ન નથી. સીસીપીએ માને છે કે આવી જાહેરાત ગ્રાહકો અને ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે વિશ્વાસ વધારશે અને ડિજિટલ માર્કેટમાં વધુ પ્રામાણિકતા અને પારદર્શિતા લાવશે.

ડાર્ક પેટર્નના વધતા વલણને રોકવા માટે જૂથની રચના
ગ્રાહક બાબતોના વિભાગે ડાર્ક પેટર્નના વધતા વલણને રોકવા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથ (JWG)ની રચના કરી છે. આ જૂથમાં વિવિધ મંત્રાલયો, નિયમનકારો, ગ્રાહક સંગઠનો અને રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ જુથનું મુખ્ય કાર્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ડાર્ક પેટર્નના ઉપયોગ પર દેખરેખ રાખવાનું અને સમયાંતરે ગ્રાહક બાબતોના વિભાગને જાણ કરવાનું છે. આ ઉપરાંત આ જૂથ ગ્રાહકોને આવી ભ્રામક પદ્ધતિઓથી વાકેફ કરવા માટે કાર્યક્રમો પણ સૂચવશે.

Union Minister for Consumer Affairs Pralhad Joshi

ઓલા અને ઉબેરને એડવાન્સ્ડ ટિપ સુવિધા અંગે નોટિસ ફટકારી હતી
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ગયા મહિને, પણ ડાર્ક પેટર્નના વધતા ઉપયોગ અંગે 50 થી વધુ ઈ-કોમર્સ કંપનીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહ જોશીએ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ નાની સમસ્યા નથી.પરંતુ તે આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહી છે. તેમણે તમામ પ્લેટફોર્મને કડક સૂચનાઓ આપી છે કે તેઓ ફક્ત આ નિયમોનું પાલન ન કરે, પરંતુ તેમના પ્લેટફોર્મ પર થર્ડ પાર્ટીને આવી ભ્રામક પદ્ધતિઓનો ઉપયોગ કરતા અટકાવે. તાજેતરમાં, સીસીપીએ એ ઉબેર અને ઓલા જેવી કેબ સેવા પૂરી પાડતી એપ્લિકેશનોને તેમની એડવાન્સ્ડ ટિપ સુવિધા અંગે પણ નોટિસ ફટકારી હતી. જેને ડાર્ક પેટર્નનું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

S&P LLP

જાણો ડાર્ક પેટર્ન શું છે?
ડાર્ક પેટર્ન એ વેબસાઇટ અથવા એપ્લિકેશનના UI/UX (યુઝર ઇન્ટરફેસ અને યુઝર અનુભવ) માં છુપાયેલી ડિઝાઇન અથવા પદ્ધતિઓ છે. જેનો મુખ્ય હેતુ ગ્રાહકોને છેતરવાનો છે. આ પદ્ધતિઓ ઘણીવાર ગ્રાહકોને અજાણતાં સેવા પસંદ કરવા વધારાની ફી ચૂકવવા અથવા કંઈક એવું કરવા માટે છેતરવા માટે બનાવવામાં આવે છે. ગ્રાહક બાબતોનું મંત્રાલય આ ભ્રામક ડિઝાઇનોને રોકવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહ્યું છે. આ સંદર્ભમાં વર્ષ 2023 માં ડાર્ક પેટર્નને રોકવા અને તેનું નિયમન કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી હતી.

આપણ વાંચો : ઈ-કોમર્સ સાઈટ પર બીગ બીની જાહેરાતને લઈને હંગામો વેપારી સંગઠને નોંધાવી ફરિયાદ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button